________________
કુમાર - આપને કયાં જવાનું છે ?
સાર્થવાહ - અમારે કર્ણાટક જવું છે.
કુમાર - હે શેઠ ! નિર્ભય થઈ રહો. ચિંતા ન કરશો. મનમાં જરાયે ભય રાખશો નહિ.
સાર્થવાહ આ આશ્વાસનના શબ્દો સાંભળી વિચારવા લાગ્યો. આ પરદેશી કેસરી સિંહ સમાન જણાય છે. એની મક્કમતા ! એની બોલવાની છટા ! વળી આનું રૂપ કેવું ? લક્ષણો જ કહી આપે છે કે આ પરગજુ અને મહાન કોઈ ક્ષત્રિય રાજકુમાર છે. આ સિંહ સમાન છે. તેની આગળ તો બધા હરણિયા જેવા લાગશે. આ પ્રમાણે મનમાં વિચારતો બોલ્યો -
કુમાર ! મને શ્રધ્ધા છે તમારી એક નજરથી અમારું કાર્ય જરૂર થઈ જશે. જેમ કે સૂર્ય ઉદય થતાં અંધકાર જાય. સાર્થવાહ શેઠનું નામ વસુદત્ત હતુ. તે તો વળી આગળ કુમારને માટે વિચારતો જ રહ્યો. લાગે છે કે ધૈર્યવાન છે. જરૂર મને આપત્તિમાંથી ઉગારશે, ત્યાર પછી વસુદત્ત શેઠ કુમારને પોતાના પાલમાં તેડી ગયો. બહુમાનપૂર્વક ભોજન કરાવ્યું. ને ત્યાં જ કુમાર પણ તે સાર્થવાહ સાથે રાતભર રહ્યો.
-ઃ ઢાળ છઠ્ઠી :
(સુણ મેરી સજની રજની ન જાયે રે...એ દેશી.)
લોક સકલ તિદ્રા અનુસરતા રે, શેઠ સુભટશું ચોકી ફરતા રે; ભીલ્લ ઘણા ગિરિથી ઊતર્યા રે, વાતર પરે કીકીયારી કરતા રે. ॥૧॥ એક પહોર રાત્રિ જબ જાવે રે, મેઘતીર જયું તીર વરસાવે રે; "સબર તિમિર ભર ચિંહુ દિશિ ધાવે રે, ઘુવડ જયું ઘુઘવાટા કરી આવે રે. ઊંચી દેખી કાયર દિલ કંપાવે રે, બળીયા સુભટ તિહાં ઝૂઝાવે રે; બહુલી બળતી મશાલો કરતા રે, ભટ ઝૂઝ્રતા પણ નવિ ડરતા રે. ||૩|| કાળા ભીલ તે કાળી રાતે રે, બાવળ બદરી કંટક જાતે રે; તે સાથે રણ કરી ભટ તે ઝુંઝે રે, દેખી શેઠ તે ઉભા જે રે. ॥૪॥ પલ્લીપતિ ભીમસેન તે આવે રે, સબર ઘણાંને રણમાં લાવે રે; શેઠતા સુભટ રણેથી તૂટે રે, હંકાર્યા સાથને લૂંટે રે. ॥૫॥ ચંદ્રશેખરને શેઠ જણાવે રે, તવ તે મેદાને આવે રે; કુંવર ઉપર તે ભીમ બાણ સાંધે રે, નાગપાસથી તૃપ તસ બાંધે રે. ક
ભીલ
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૧૦૫