________________
એમ મંદિર
ચિંતવતાં બાહિર
કુંવરને, રાતિ જે બન્યો,
ગઇ ઘડી બાર; સુણો અધિકાર
તે
ના
-
૧-રાંકડા-ગરીબ, ર-રાત્રિનો કરનાર, ૩-સૂર્ય.
-: દુહા :
ભાવાર્થ
રાત પડી. કુમાર મંદિરમાંથી બહાર આવ્યો. આ મંદિરને મેડી અને માળ પણ હતો. રાત અહીં જ વિતાવવાની હોવાથી કુમાર મંદિરના માળિયા ઉપર ચડ્યો. ચારે કોર નજર ફેરવી લીધી. સરખી જગ્યા સૂવાને માટે છે. તે જોઈ કુમાર આનંદ પામ્યો. માળનાં બે કમાડ દઈ, સાંકળ પણ દીધી. પરમાત્માનું ધ્યાન ધરીને યક્ષના શરણને સ્વીકારતો સૂતો. સૂતા કુમારને પોતાના બંને મિત્રો યાદ આવ્યા. મિત્રો બંને ભાગી ગયા. વૃક્ષ ઉપર બેઠેલી વ્યંતર જોડીએ જે કહ્યું હતું તે સત્ય હતું. રાંકડા બંને મને છોડી ચાલી ગયા. તેમાં તેનો પણ શું દોષ? મારા કર્મની ગતિ જ એ પ્રકારની હશે, જેથી તેઓ મને છોડી ચાલ્યા ગયા. વળી કદાચ ભેળા થઈ જાય તો ઉત્તમનર હોય તો તેઓને કાઢી ન મૂકે. વળી પાસે જ રાખે. જો કર્મથકી જો આ જંગલમાં મળી જાય તો વળી સુખ ઘણું થાય. જેના અંગમાં કલંક છે તે વક્રગતિવાળો ચંદ્રમા રાત્રિના સમયે પોતાનો મિત્ર સૂર્યનો અસ્ત સમય જાણીને, હસતો, ઉજવલરૂપ ધારણ કરીને ગગન મંડળે ચડી આવ્યો. જાણે પોતાના મુખને ઉજવલ કરતો આકાશમાં ઉગ્યો.
આવા કલંકિત ચંદ્રમાને શિવજીએ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો છે. ફણીધર નાગ કંઠે વળગ્યો તેને પણ દૂર કર્યો નથી. ચંદ્ર અને નાગને ધારણ કરનાર શિવજીએ કોઈ ઉપર રીસ કરી નથી. તો હું શા માટે બંને મિત્રો ઉપર રીસ કરું?
આ પ્રમાણે વિચારતાં વિચારતાં રાત બાર ઘડી વીતી ગઈ. એટલે રાત ગયાને ૪ કલાક ૪૮ મીનીટ થવા આવી હશે. ત્યાં નીચે મંદિરની બહાર શું બન્યું? તે તમે સૌ સાંભળો.
(શ્રી ચંદ્રશેખર રજાનો રાસ)
૪૨.