SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ સુખી થાય. જ્ઞાનગોષ્ઠી કરતાં દિવસો આનંદથી જાય. જેમ દૂધમાં સાકર નાખતાં દૂધમાં વધુ મીઠાશ આવે, તેમ યોગ્યવરની પ્રાપ્તિ થતાં તે દાંપત્યજીવનમાં મીઠાશ અનુભવે. હે ગુરુદેવ ! સુંદર વરની પ્રાપ્તિ માટે મારી તે બંને પુત્રીઓએ પ્રતિજ્ઞા કરી છે, અમારા પ્રશ્નોનો ઉત્તર જે આપે તેને પરણવું, હવે જો તેમને પરણાવ્યા વિના સંયમ માર્ગે જાઉં તો લોકમાં હું હેલના પામું. વળી અધમ લોકો નિંદા કરે. માટે દયા દાખવીને મને કહો કે તે બંને રાજપુત્રીઓનો સ્વામી કોણ થશે ? મુનિવર - હે નરેશ્વર ! સૌ પોતપોતાનું ભાવિ સાથે લઈને જન્મે છે. તારી તે બંને કન્યાની ચિંતા ન કરતો. ત્યાર પછી તરત મુનિશ્વરે ચંદ્રકુમાર સામે જોઇને રાજા જયરથને કહે છે, હે રાજન્ ! આપણી સાથે જે બેઠા છે તે મહાભાગ્યશાળી તારી બન્ને કન્યાનો સ્વામી થશે. ઘણા પુણ્યશાળી અને ગુણવાન છે. તે જ અવસરે રાજા જયરથનું સૈન્ય રાજાના પગલે પગલે રાજાને શોધતું આવી ગયું. ગુરુમહારાજની વાત સાંભળી જયરથ ઘણો આનંદ પામ્યો. ત્યાંથી જયરથે તરત જ ઊભા થઈને ચંદ્રશેખર કુમારને બે હાથ જોડી પ્રણામ કર્યા. હાથ જોડી વિનંતી કરવા લાગ્યો. હે પરદેશી ! મારી ઉપર કરુણા કરી મારા ઘરે પધારો. મારી આ માંગણીને ઠુકરાવશો નહિ. ઉદાર દિલવાળા કુમાર જયરથ સાથે જવા તૈયાર થયા. પોતાની સાથે જે હતા તેઓને વિમાન થકી સૌને રવાના કર્યા. પોતાના પરિવાર સાથે જયરથ, કુમારને લઈને, મુનિભગવંતને નમસ્કાર કરીને ચાલ્યો. -: ઢાળ-બીજી : સિધાવેજી રે, નગરે આવે.. (સાંભળ તું રે સજની મોરી, રજની કિહાં રમી આવીજી... એ રાગ.) નિજ પરિવાર વિદાય કરીતે, નૃપશું કુંવર બેસી સુખાસન સૈન્યશું ચલતાં, જયપુર ગ જયવંતાજીરે, પુણ્યતા ફળ જોય.. એ આંકણી. ॥૧॥ રાજદ્વારે ઊતારો કરતાં, નિ રાજસભાએ જીરે, પ્રમુખ સવિ, સજ્જન ભેળાં થાયે..જગ.. ॥૨॥ બિરાજે, ગાયક નગીત ગાવે જીરે, એક મંત્રી સેનાપતિ શેઠ રાજા રાણી તખત સોળ શણગાર સજી રતિ, પ્રીતિ, સખિઓ સંયુત આવે..જગ.. ||૩મી શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૩૫૫
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy