SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ છે. સરોવરના મીઠાં નીર પીને ભૂખ-તૃષાને સંતોષે છે. પર્વતના શિખરે રહેલા કુમારે નીચે નજર કરી જોયું. ઘટાદાર અશોકવૃક્ષ નીચે એક સાધક સાધના કરતો જોયો. ત્યાંથી નીચે ઊતરીને તે વૃક્ષ પાસે સાધક નજીક આવી મૌનપણે ઊભો. વિવેકી કુમાર સાધકની સાધના જોઈ રહ્યો છે. સાધકે જાપ પૂરા કર્યા. પછી કુમારને કહેવા લાગ્યો રે પરદેશી ! આપ ભલે પધાર્યા. આપની આકૃતિ કહી આપે છે કે, આપ ગુણવાન છો. આપના લક્ષણો કહે છે કે આપ પુરુષો મધ્યે રાજા છો. કુમાર - હે સાધક! મારા યોગ્ય કામ હોય તો કહો. પહેલાં પણ જે મહાપુરુષો થયા તેમણે પર ઉપકાર માટે પોતાના ધન રાજ અને શરીર આપી દીધા છે. તો આપણે શા વિસાતમાં? તે કારણે કહો કંઈ કામ છે? સાધક - હે મહારાજા ! હું એક વિદ્યાધર છું. ગુરુદેવની અસીમ કૃપાએ મને ચાર વિદ્યાઓ મળી છે. તે વિદ્યાની મંત્ર સાધના વિધિપૂર્વક કરું છું. પણ કોઈ અસુર દેવ મને સાધનામાં વિઘાત કરે છે. ઉત્તરસાધક વિના મારું મન સ્થિર રહેતું નથી. તે કારણથી હું આપને વિનવું છું કે મારી વાત સાંભળી આપ મારા ઉત્તર સાધક બની રહો. કુમાર - હે સાધક ! મનને સ્થિર કરી તમે તમારી વિદ્યાના મંત્રની સાધના કરો. હું ઉત્તર સાધક થઈ રક્ષણ કરીશ. તમારું નામ કોઈ નહિ લે. કુંવરના પ્રબળ પુણ્ય પ્રભાવે સાધકની વિદ્યા તત્કાળ સિધ્ધ થઈ. જગતમાં ઉત્તમ પુરુષો જે કામ આદરે છે. તે કામ ફલીભૂત થયા વિના રહેતું નથી. કુંવરની હાજરીમાં સાધકની વિદ્યાઓ સિધ્ધ થઈ. અને સાધક કુમાર ઉપર ઘણો રંજિત થયો. ઉપકારનો બદલો દેતા સાધકે કુમારને ગૌરી-પન્નત્તી-આકાશગામિની- અને રૂપપરાવર્તની ચાર વિદ્યાઓ પ્રેમપૂર્વક અર્પણ કરી. ત્યાંથી વિદ્યાધર પોતાના સ્થાને ચાલ્યો. કુમાર ત્યાંથી આગળ ચાલતા કોઈ પર્વત ઉપર ચડ્યો. તે પર્વતના શિખર ઉપર કાલિકાદેવીનું મંદિર હતું. તે મંદિર જોતાં કુમાર ત્યાં પહોંચ્યો. મંદિરમાં બે માણસોનો રડવાનો અવાજ સાંભળ્યો. દયાળુ રાજકુમાર તરત જ તે મંદિરમાં જલ્દી પહોંચ્યો. કુમારે શું જોયું? જોતાં જ ઓળખી ગયો. રણઅટવીમાં વાઘ આવતાં પોતાને છોડી દઈને ભાગી ગયેલા બંને મિત્રો હતા. બંનેના શરીરે ચંદનનો લેપ કર્યો હતો. કાલિકા દેવીની મૂર્તિ સામે બંને બેઠેલા હતા ને રડતા હતા. બે ઉલ્લંઠ યોગીઓ મંત્રપાઠ ભણતાં આ બંનેની ઉપર ફૂલો નાંખતા હતા. પાછળ ઊભેલા કુમારે આ જોયું. જોગીઓએ કુમારને જોયો નથી. પરોપકારી રાજકુમાર ક્ષણમાત્ર વિચારી, ત્યાં મંદિરમાં અદ્રશ્ય થઈને રહો. રખે જો મારા મિત્રોનું અહિત કરશે તો પ્રગટ થઈને મિત્રોનું રક્ષણ કરીશ. સામે જ કાલિકા દેવીની મૂર્તિ-ગળામાં મૂંડની માળા પહેરી છે. પાડા ઉપર બેઠેલી આ દુષ્ટ દેવીની આંખો ભયંકર અને વિકરાળ છે. જે જોતાં ભલભલા માણસો ડરી જાય. લાલ ભૂતડાંની માટી શરીર ઉપર લગાડી (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) 60
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy