________________
કુમારે ઘણું બળ વાપરીને તલવારથી વાસ છેદી નાંખ્યો. અને ત્યાં જ લોહીથી ખરડાયેલી તલવાર જોતાં જ કુમાર આશ્ચર્ય પામ્યો. તરત જ વાંસની જાળમાં જઈ જોવા લાગ્યો. ધૂપનુ કંડ હતું. જેમાં ધૂપ સળગતો હતો. બીજી બાજુ કુંડામાં ઘી પુરાતું હતું. એક હાથમાં માળા લઈને કોઈ એક માણસ જાપ કરતો, તેનું મસ્તક તલવારથી છેદાઈ દૂર પડેલું જોયું. મસ્તક છેદાઈ જતાં લોહીનો ફુવારો ઉડ્યો. લોહીથી ખરડાયેલી તલવાર છે. તે જોઈ કુંવર પસ્તાવો કરવા લાગ્યો. અરે મેં શું કર્યું? નિરપરાધી યોગી મંત્રનો જાપ કરતો મારાથી હણાયો. હા! હા ! હવે ! શું કરું? બિચારો યોગી મારા હાથે હણાઈ ગયો. હા ! હા! કરતો કુમાર વાંસની જાળ પાસેથી નીકળી આગળ વનખંડમાં ગયો. ત્યાં તો...
૧
-
TT T ' ' '
Wils
.....
''-
)!
.
.
•
-ન.
)
I
!
N
I
ને)
--
૧
0 2
1
2
-
ID:
'S ( 3 '' - 1 ૧. વનમાં ભમતાં ચંદ્રશેખર રાજકુમારે વાંસના ઝુંડમાં તેજે ઝળહળતી તલવાર જોઈ. ૨. તલવારની પરિક્ષા કરવા ઝુંડમાં ઘા કરે છે. નિરપરાધી સાધકનું મસ્તક કુમારના પગ પાસે છે.
વૃક્ષની ડાળને પકડી ઊભેલી એક નવયૌવના કુમારના જોવામાં આવી. બાજુમાં સરોવર પાણીથી ભરેલુ જોયું. કંઈક સ્વસ્થ થતાં કુમાર વિચારવા લાગ્યો. આવા ભયંકર ધોરવનમાં આ બાળા કોણ હશે?શું આ વનની રખવાળી કરનાર દેવી હશે? અથવા કોઈ વ્યંતર સ્ત્રી હશે? વિદ્યાધર બાળા શું આ વન જોવા ઊતરી આવી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
२७८