________________
હશે? રૂપ કેવું અદ્ભુત છે! ચંદ્રમાની ઝગમગતી કાંતિ સરખું તેનું મુખકમળ કેવું સુંદર શોભે છે. લાલ પરવાળા સરખાં તો હોઠ છે. યમુના નદીની કદાચ જળદેવી પણ હોય. તે સ્નાન કરીને બહાર નીકળી જુદાજુદા વિલાસને કરતી, આમ તેમ જોતી વૃક્ષની ડાળી પકડી ઊભી લાગે છે.
-
૨૪ કપ
૭
:
આ
-
- - -
ચંદ્રકુમારે નવયૌવનાને જોતાં સ્તબ્ધ પામ્યો. કન્યા પણ કુમારને જોતાં સ્થિર થઈ.
આ પ્રમાણે વિચાર કરતો, હૈયામાં ધૈર્યને ધારણ કરતો, કુમાર તેણીની પાસે ગયો. તે બાળા કુમારને જોતાં જ મોહી પડી. તેના હૈયામાં કુમાર પ્રત્યે પ્રેમ ઊભરાઈ ગયો. અતિ સૌંદર્યવાન સુંદરીને જોતાં કુમાર પણ સ્તબ્ધ થઈ ગયો. સુંદરી તો ઊભી ઊભી વિચાર કરે છે. નવ જુવાન આ પુણ્યશાળીએ તો મારું ચિત્ત ચોરી લીધું. કેવો રૂડો રૂપાળો છે. પણ પણ સુંદરી વિચારે છે-કે સતી સ્ત્રીને તો પરપુરુષ તો ભાંડથી પણ ભંડો છે. પાંચની સાક્ષીએ પરણેલી સ્ત્રીને આ પતિ જો હોય તો તેને પરમેશ્વર છે. મારે તો તેની સામે જોવાય પણ નહિ. વળી વિચારે છે કે જરૂર આ કોઈ પરદેશી રાજકુમાર લાગે છે. અને તે ભૂલો પડ્યો અહીં આવી ઊભો છે.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૮૦