________________
-: દુહા :- .
કુંવર ભણે સુંદરી સુણો, દુઃખ વેળા ગઈ દૂર થોડા તિ આ મંદિરે, રહેજો આનંદપૂર //all એ હોય મિત્ર જ તુમકને, મળશે અવસર દેખ; તુમ અમ મનસુબા તણી, કહેશે વાત વિશેષ. //ચા. એમ કહી Aિહું જણ વત ગયા, સુખભર વીતી રાત; ઉધમભર તે ઉઠીયા, લા નિર્મળ પરભાત. Bll જલભાજન ભરી શિર ધરી, દેખી આવત તાર; પંથ સરે તે ચાલીયા, દીઠું સરોવર પાળ. //૪ તસ તટે એક વડવૃક્ષ છે, વિપુલ શીતલ લહી છાંય; વેશ કરી યોગી તણાં, બેઠા ધ્યાન ધરાય. પણ
- દુધ :ભાવાર્થ
ચિત્રસેનની હવેલીના સાતમે માળે રતિસુંદરીને પોતાના સ્વામી મળતાં આનંદનો પાર નથી.
કુમાર - હે દેવી ! સાંભળો ! તમારી દુઃખની ઘડી હવે દૂર થઈ છે. થોડા દિવસ આ મંદિરમાં સુખપૂર્વક આનંદથી રહો. આ મારા બંને મિત્રો તારી પાસે અવસર આવતાં આવી જશે. તારા હિતની વાત તને જણાવી જશે. અમે અહીંથી હવે જઈએ છીએ, વળી અમે જે ઉપાય કરશું તે અમારા મનની વાત પણ તને કહી જશે.
આ પ્રમાણે કહી ત્રણેય મિત્રો ત્યાંથી રવાના થઈ ગયા. જે વનમાં હતા ત્યાં આવી, રાત પૂરી કરી. હવેલીમાં રતિસુંદરીની રાત પણ સુખભર પૂરી થઈ.
રાતભર સૂતાં સૌનો થાક ઊતરી ગયો. ઉમંગભેર સૌ ઊઠયા. સુંદર સવાર થતાં સૂર્ય પણ પૂર્વ દિશાએ • આવી ગયો. નગરની નારીઓ પાણી ભરવા માથે બેડાં લઈ સરોવર તીરે જતી, રસ્તામાં જોવામાં આવી.
તે પણ ત્રણે મિત્રો ત્યાંથી ઊઠીને સરોવર કાંઠે આવ્યા. સરોવરની પાળે એક ઘટાદાર વડવૃક્ષ હતું. જેની શીતળ છાયામાં ત્રણેય આવ્યા. અને યોગીનો વેશ ધારણ કરી વડલા હેઠે ત્રણેય ધ્યાન ધરવા બેઠા.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૮૮