________________
ઈચ્છાએ મારા એ શયનખંડમાં આવી શકે ખરો? સાચું કહી દે શા માટે આવ્યો છે?
પદ્માવતી પણ સફાળી ઊઠી ગઈ. વાતનો તાગ પામી ગઈ. મૌનપણે સાંભળી રહી હતી.
રત્નસાર વિમાસણમાં પડ્યો શું કરવું? સાચી વાત જો નહીં કરું તો રાજા મને છોડશે નહીં. અત્યાર સુધી કરેલા ઉપકારને ભૂલી જઈને મારું અપમાન કરીને મને દૂર કાઢી મૂકશે? શું કરું?
વળી રાજા ત્રાડકયો - બોલ? શા માટે આવ્યો છે? રત્નસાર હજુ પણ કાંઈ જ બોલતો નથી. મનમાં વિચારે છે. ખરેખર જગતમાં કહેવાય છે કે રાજા કયારેય કોઈનો મિત્ર થયો નથી. સો સો બાળકો ભૂખ્યા થયાં રોકકળ કરે તો પણ પાવૈયાઓને પાનો ચઢતો નથી.
તેમ જન્મથી લઈને જીવનપર્યત સુધી રાજાની સેવા કરો તો પણ તે કયારેય મિત્ર થતો નથી. કહ્યું છે કે. યતઃ (શ્લોક) કાગડો કયારેય પવિત્ર હોતો નથી, જુગારી કયારેય સાચું બોલતો નથી, નપુંસકમાં ઘીરજ નથી હોતી, દારૂડિયામાં તત્વનો વિચાર નથી હોતો, સર્પમાં ક્ષમા નથી હોતી, સ્ત્રીમાં કામ શાંત નથી થતો અને રાજા કયારેય કોઈનો મિત્ર થતો હોતો નથી.”
વળી રત્નસાર મનમાં વિચારે છે, જે થવાનું હોય તે થશે, ખરેખર જગતમાં સત્યનો જય થાય છે. સત્યનો બેલી ભગવાન છે. જ્યારે જુકાનો બેલી યમરાજ છે. અત્યારે સાચું બોલવામાં સાર દેખાય છે. ભાવિભાવતો જ્ઞાનીએ દીઠા હશે તે થશે. આ પ્રમાણે વિચારી શાંતપણે રત્નસાર બોલ્યો - હે મહારાજ!
રાજા - હવે મહારાજ નહીં ! જે હોય તે જલ્દીથી સાચું કહી દે.
રત્નસારે જાણ્યું કે રાજાની હઠ રાજહઠ કયારેય રાજાઓ છોડતા નથી. તેમાં વળી આ તો શયનખંડનો પ્રશ્ન, નહીં કહું તો આવી બનશે, જીંદગીભર કદાચ કેદખાનામાં નાંખી દેશે.
મંત્રી કહે - રાજનું સાચું કહીશ તો હું તો પત્થર થઈશ. રાજા - આ વાત જુદી છે. શું ખાડો ખોદવાથી કૂવો છે, તેવું માની લેવાય? તારે સાચું કહેવું જ પડશે.
રત્નસાર સત્વશીલ હતો. સત્વને ધારણ કરીને રાજાને સાચી વાત કહેવા તૈયાર થયો પદ્માવતી તો આ વાત સાંભળી વિમાસણમાં પડી. મંત્રીશ્વરની વાતમાં તથ્ય છે. પણ અત્યારે બોલવું ઉચિત નથી.
રત્નસાર - હે મિત્ર! આપ જ્યારે પદ્માવતી સાથે લગ્ન કર્યા. પછી તેઓને લઈને આપણે આપણા નગરમાં આવતા હતાં. તે વેળાએ વડલાના વૃક્ષ નીચે રાત વાસો રહ્યા હતાં. તે આપને ખબર છે ને?
રાજા - હા! હવે આગળ બોલ.
મંત્રી - રાજનું આપ તો તંબુમાં સૂતા હતાં. આપની રક્ષા કરતો હું સારી રાત તંબુને ફરતો રહૃાો હતો. તે વેળાએ વડલાની ઉપર કોઈ દેવદેવી યુગલ વાતો કરતાં મેં સાંભળ્યા. સાવધ થઈ હું તે તરફ પુરુ લક્ષ્ય
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૫૪