SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ મેં તારી વાત એકપણ ન સાંભળી. વગર વિચાર્યું કામ કર્યું. હવે શું કરવું ? હે મિત્ર ! હું તારા વિના હવે જીવી નહી શકું ? મારા માટે તે પ્રાણ પાથર્યા. મૂર્ખ હું તારી કદર ન કરી શકયો. હું કયાં જાઉં ? શું કરું ? હવે તો મારે મરણ સિવાય બીજુ કોઈ શરણ છે જ નહીં. આ પ્રમાણે મિત્રના ગુણોને સંભારતો, ચિત્રસેન રાજા અતિશય વિલાપ કરી રહ્યો છે. રાણી પદ્માવતી તથા રાજપરિવાર પણ સૌ રડી રહ્યા છે. ૧. રત્નસારને પત્થરનો જોઈ રડતો ચિત્રસેન રાજા આશ્વાસન આપતી પદ્માવતી રાણી. ૨. બાળા રાજાને ખોળામાં લઈને પંચપરમેષ્ઠીનું સ્મરણ કરીને, પદ્માવતી રાણી રત્નસાર મંત્રીપુત્રને સ્પર્શ કરે છે. મરણ સિવાય કોઈ શરણ નથી. આવા અધટત વચનો રાજાના સાંભળી પદ્માવતી બોલી - હે સ્વામી ! હે નાથ ! આપ આ શું બોલો છો ? અવિચાર્યું સાહસ કરી મિત્રને ગુમાવ્યો હા ! અહા ! તે કારણે રાજ્ય ગુમાવ્યા બરાબર છે. અને લોકમાં આપ હાંસીપાત્ર બન્યા. હવે શોક કરવાથી શું ? મનમાં જરા વિચારો. આ પ્રમાણે આશ્વાસન આપતાં સમય - કાળને, તે પળ વિતી જાય, તે રીતે વિચારતી વળી આગળ શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૨૫૬
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy