________________
પોતાના પૂર્વભવનો સમગ્ર ચિતાર ચિત્રપટ પર કુમારે ચિતરાવી દીધો. ત્યારપછી તૈયાર થયેલા, ચિત્રને લઈને બંને મિત્રો બજારના માર્ગે ચૌટામાં લઈને ઊભા નગરજનો આવતા જતાં આ દયાજનક દશ્યોને જોઈને સહુ થંભી જતાં. આ વાત નગરમાં ફેલાઈ અને તેજ વાત રાજમહેલમાં રાજ પરિવાર પાસે પણ પહોંચી. પદ્માવતીની સખીઓએ વાત સાંભળીને બજારમાં આ ચિત્ર જોવા પહોંચી ગઈ. જોઈ આવીને રાજકુમારી પદ્માવતીને વાત કહી. પટમાં દોરેલા ચિત્રની કથા સખીઓ કહેવા લાગી. સુણતાં સુણતાં કુંવરી તો માથું ધુણાવવા લાગી.
કથારૂપ ચિત્રપટની વાત સાંભળી પદ્માવતીએ આદેશ કર્યો, કે તે બંને પરદેશીને તે ચિત્રપટ સાથે અહીં મારી આગળ જલ્દી લઈ આવો. તે ચિત્ર અને તે બંને પરદેશીને મારે જોવા છે.
પદ્માવતીના આદેશને ઝીલતી સખીઓ ત્યાંથી ઊતાવળી બજારે પહોંચી ગઈ ચિત્રલઈને ઊભેલા તે બંને પરદેશીને પોતાની સ્વામિનીની વાત કહીને રાજમહેલમાં આવવા આમંત્રણ આપ્યું. વળી કહેવા લાગી આપ અમારી સાથે ચિત્રપટ લઈને પધારો.
આ સ્ત્રીઓની વાત સાંભળી રત્નસાર કહેવા લાગ્યો રે! બેની? અમારે ત્યાં આવવું નથી. અમને ડર લાગે છે તેથી ત્યાં કોણ આવે?
સખીઓ - હે પરદેશી સજજનો ! તમે મનમાં ભય ન રાખો. અમારી સાથે ચાલો. રાજકુંવરીને ચિત્રપટ જોવા છે. તેથી તમો જલ્દી આ પટ લઈને રાજમહેલમાં ચાલો.
વાત સાંભળી ચિત્રસેન મનમાં ધણુ હરખાયો પોતાના મનની ઈચ્છા પૂરી થવાની. ઊંધમાં આવતાં સ્વપ્નો સાકાર થવા લાગ્યા. તરસ્યો રાજકુમાર મિત્ર રત્નસારને લઈને ચિત્ર સહિત રાજમહેલે ચાલ્યો. પદ્માવતીના આવાસે દાસીની પાછળ ચાલતાં બંને મિત્રો ત્યાં પહોંચી ગયા. દાસીએ આ પરદેશી પાસેથી ચિત્રપટ લઈને પોતાની
સ્વામિની સામે ધરી દીધું. પરદેશી તો પદ્માવતી સામે રહેલા દ્વારમાં ઊભા પદ્માવતીને જોઈ રહયા. પદ્માવતી ચિત્ર જોવા લાગી. ચિત્ર જોતાંજ મનમાં વસી ગયું. એકાગ્રચિતે ચિત્રને નિહાળી રહી છે.
બંને મિત્રો મૌનપણે ઊભા ઊભા ઘડીક પદ્માવતી સામે જુએ ઘડીક એકબીજાની સામે જોતાં એકબીજાને સંકેતમાં સમજાવવા લાગ્યાં.
રાજસુતા ચિત્ર જોવામાં તલ્લીન છે. નરષીપણું હોવા છતાં એક નજરે દ્વારે ઊભેલા બંને પરદેશીને પણ જોઈ લીધાં. પૂર્વના ઋણાનુબંધે રાગવશે ચિત્રસેન પદ્માવતીને જોવામાં લીન બન્યો છે.
જ્યારે પદ્માવતીતો પટમાં રહેલાં હંસ હંસલીના યુગલ જોતાંજ તેનું મન ઠરવા લાગ્યું. વળી ચિત્ર વિલોકતા દાવાનળ જોયો. વળી, હંસની ઉપર મીટ માંડી જોતી ઊંડા વિચારમાં ઊતરી ગઈ. જોવા સાથે વિચારધારાએ વધતી રાજદુલારી ઘણીવાર સુધી ચિત્ર જોતી જ રહી. હવે મનમાં આ વાત બેસતાં, વિચારી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૯૯