________________
રહી મેં આ દ્રશ્ય કયાંક જોયું છે ? કયાંક ! કયાંક! વિચારતાં હંસ યુગલ ઉપરથી નજર ખસતી નથી. ઘણા વિચારો આવતાં છેલ્લે કુંવરી મૂછ ખાઈને ઢળી પડી.
પદ્માવતી મુર્શિત થયેલી જાણી, બંને મિત્રો તરત ત્યાંથી જીવ લઈને ભાગી છૂટયા. ચિત્રપટ પણ લેવા ન રહ્યાં. રાજભયથી ભાગી છુટ્યાં. કારણ કે જો રાજા જાણશે તો જીંદગીભર કારાગારમાં સડવું પડશે. સખીઓ તો પદ્માવતીની સેવા કરવા લાગી. ત્યાં રહેલી દાસીઓ દોડાદોડ કરવા લાગી. કોઈ શીતળ જળ છાંટવા લાગી. તો કોઈ વીંઝણા વડે જોર જોરથી પવન નાખવા લાગી. ઘણા ઉપચારોને અંતે કુંવરીની મૂછ દૂર થઈ વળી વિચારોના વમળોમાં અટવાઈ ગઈ. ઊહાપોહ કરતાં કુંવરીને તે વખતે જાતિ-સ્મરણજ્ઞાન થયું. પૂર્વભવ યાદ આવી ગયો. ચિત્રમાં પોતાનો પૂર્વભવ જોતાંજ નરષિપણું ચાલી ગયું. પુરુષ ઉપર દ્વેષ ધારણ કરનારી પદ્માવતી હવે પુરુષના પરમ નિર્દોષ પ્રેમને જોવા લાગી. પુરુષ પ્રત્યે હવે પ્રીત કરનારી થઈ.
જાતિસ્મરણ થકી હવે પુરુષોના ગુણો ગાતી બોલવા લાગી રે ! આ જગતમાં પુરુષોની તોલે કોઈ નહિ આવે. જેને દેખતાં કુંવરીનું મન હર્ષિત થયું. તાર તરફ નજર ગઈ. પટધર પુરુષોને જોયા નહી. ચિંતા થઈ. કયાં ગયા હશે? સખીઓને કહેવા લાગી - સખીઓ તમે સાંભળો ! આ ચિત્રપટ લાવનાર તે બંને પરદેશીઓને મારી આગળ જલ્દી લાવો. મારે મળવું છે.
દાસીઓ દોડી દરવાજા તરફ. પણ ત્યાં તો તે બંને પરદેશી ન જોયા. આમ તેમ જોવા લાગી. હતાશ હૈયે સખીઓ પાછી આવી. કુંવરીને કહેવા લાગી રે સાંભળો કુંવરીબા ! તે બંને પરદેશી દરવાજેથી ચાલ્યા ગયા. તમે પટ જોતાં હતાં, ત્યાં સુધી તો તેઓ બંને ઊભા હતા. પણ તમને મૂછત થયા જાણી, ભયના માર્યા બંને ત્યાંથી નાસી ગયા. તમારો પટ પણ લેવા ન રહ્યા.
દાસીની વાત સાંભળી પદ્માવતી ઘણા વિમાસણમાં પડી. હવે તે મને કયાં મળશે? કયાંથી શોધી લાવીશ?
આ પ્રમાણે ત્રીજા ખંડને વિષે ચોથી ઢાળમાં પદ્માવતીનો પુરુષ પ્રત્યેનો જે દ્વેષ ખેદ હતો તે આ સરળ ઢાળ સાથે દૂર થયો. આ પ્રમાણે શ્રી શુભવીર વિજયજી મહાત્માએ સુંદર વચનો થકી આ ઢાળને સમાપ્ત કરી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨00