________________
ધૂર્ત યોગી -: ઢાળ-૩ :
ભાવાર્થ :
રાજદરબારના એક ભાગમાં ચંદ્રકુમાર અને યોગીરાજ વાત કરતા હતા. તે મંત્રીપુત્રે જોયું. યોગીરાજ ચાલી ગયો. મંત્રીપુત્ર કુમારને મળ્યો.
મંત્રીપુત્રે કુમારને પૂછયું - હે કુમાર ! તમે ચતુર છો. તમને શું કહેવાનું હોય? ધૂર્ત યોગી નિર્દયી હોય છે. તે નીચની સાથે આપને સોબત શી ? આપે એકાંતમાં એની સાથે વાત કરવી ઘટે નહિ, નીચની સાથે વળી સ્નેહ કેવો? દ્રાક્ષની સાથે જંબુના ફળ જ રહે તો દ્રાક્ષની મીઠાશ રહે? કસ્તુરીને હીંગની સાથે રાખો તો કસ્તુરીની સુગંધી રહે? ન જ રહે. માટે નીચેની સોબત શી કરવી? મિત્રની વાત સાંભળી કુમાર બોલ્યો - હે મિત્ર? તારી વાત સાચી છે. પર ઉપકારને કારણે તેને વિદ્યા સિધ્ધ કરાવવી છે.
છે
સ્મશાનમાં - ધૂર્ત યોગી અને ઉત્તરસાધક ચંદ્રકુમાર.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
ચંદ્રોપર રાણો થા)