________________
ગજ વાજી રથાદિક દીધાં રે, ચિત્રસેનકુમારે લીધાં રે, શો. વળી યાચકને બહુ રાત રે, રાય રાણાને બહુમાન રે, શો. ર૧. વિલસે આવાસ ઉોંગ રે, રસ ભર પદ્માવતી સંગ રે, શો પરભવની વાત સંભારે રે, રણ પૂરવનો વિસારે, શો. રરો ગીત ગાત ને નાટક જોતાં રે, સુખભર વીત્યા ક્તિ કેતાં રે, શો. ખંડ ત્રીજે સાતમી ઢાળ રે, શુભવીર વયન સાળ રે, શોભા //ર૩
૧-ધનુષ -અગ્નિ ૩-ધનુષ ૪-ભાટ-ચારણે
દંપતીનું મિલન
-: ઢાળ - :
ભાવાર્થ :
પવરથરાજાની રાજદુલારી પદ્માવતીનો સ્વયંવર દિવસ આવી ગયો. સ્વયંવર મંડપમાં જવા સૌ તૈયાર થઈ ગયા છે. રાજા ને રાજપરિવાર તૈયાર થઈ રત્નપુરી નગરીના બહાર ઉદ્યાને સ્વયંવરમંડપમાં આવી પહોંચ્યાં. સ્વયંવરમંડપે રાજપરિવાર જયાં બેસવાનો છે તે જગ્યાએ સુગંધી ફુલો છુટા છુટા પાથર્યા છે. જેની મહેક ચારેકોર વિસ્તરતી હતી. સૌ મનમાં મલપતા પોતાની જાતને ધન્ય માનતા હતા. જાણે ખરેખર ! આપણે અમરાપુરીમાં આવી વસ્યા. આ સાક્ષાત્ સ્વર્ગની શોભાનું વિશેષ વર્ણન શું કરીએ?
સૌ પોતાના સ્થાનમાં રહેલા સિંહાસન પર બેઠા છે. રત્નપુરીનો રાજા પવરથની સામે સહુ કોઈની નજર છે. કેમ કે સ્વયંવરા પુત્રીનો પિતા હવે શું કહે છે તે સાંભળવા અધીરા બન્યા છે.
તે અધીરાઈનો અંત લાવતા પવરથ નરેશ્વરે પોતાની બેઠક પરથી ઊભા થઈને સભાસદોને ચારેકોર જોઈ લીધા. ત્યાર પછી સભાને ઉદ્દેશીને રાજા બોલ્યા - હે સભાસદો ! આપ સૌ સાંભળો. આપ મારા આમંત્રિત મહેમાનો છો. આપ સૌ મારી કન્યા પદ્માવતીના સ્વયંવરમાં પધાર્યા છો. તો હું તમારી શી ભકિત કરું! મારી એવી કોઈ શકિત નથી. જે તમારી યથાર્થ ભકિત કરું. છતાં યત્કિંચિત કરી છે જે, સહુ સ્વીકારજો.
આટલું કહી રાજા પોતાના આસને બેસી ગયા. મહામંત્રીશ્વરે સભાને ઉદ્દેશીને કહેવા લાગ્યા.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)