________________
શ્રી સિધ્ધાચલની યાત્રાએ -: દુહા ઃ
ભાવાર્થ :
કુમારના પ્રશ્નનો જવાબ પૂરો આપ્યો. રતિમાલાના વચનો સુણી કનકવતી કુમારની સામે જોતી રતિમાલાને કહેવા લાગી - હે બેન ! આ જગતમાં નર તો ભ્રમર કહેવાય. ભમરા તો ઘર ઘર ફરતા રહે ને નવા નવા પ્રેમ કરતા રહે. કુમારની સામે બંને જોવા લાગ્યા. કુમાર તો હસતા હતા. વળી કનકવતી કહે છે કે સ્વામીએ અમને જૈનમતને માનવાવાળા બનાવ્યાં. જૈન ધર્મ અંગીકાર કરાવ્યો. પણ હજુ સુધી એક પણ તીર્થની યાત્રા મને કરાવી નથી. પછી કુમારને કહેવા લાગી -
હે સ્વામી ! મને ભાવના થઈ છે યાત્રા કરવાની. તો સિધ્ધાચલની યાત્રા કરાવશોને ?
કુમાર - તૈયાર થઈ જાવો. કાલે યાત્રા કરવા લઈ જઈશ.
રતિમાલા - હે રાજકુમાર ! હું નાની છું. કનકવતી મારી મોટી બેન છે. યાત્રાનો અંતરાય નહિ કરું. મોટી બેનની ઈચ્છા પૂરી કરો. આપ યાત્રા કરી પાછા આ તાપસગામમાં આશ્રમે આવી રહેશો. જ્યાં જાવ ત્યાંથી બે માસમાં ફરી પાછા આવશો. ત્યાં મારી રાહ જોવાતી હશે. હું ત્યાં જઈ વધાઈ આપીશ. મારી સખીઓ પણ હવે અધીરી બની હશે. અમે બધા ભેગા થઈ, અમારી માતા પાસે જઈ બધી વાત કરીશું. તેમનો શોક દૂર કરવાને માટે સમજાવીશું.
ત્યારપછી તેમની આજ્ઞાથી, સર્વે સ્વજન પરિવાર, યમુનાના વનખંડમાં ભેળા થઈશું, લગ્નની તૈયારી માટે. આપ બે મહિના યાત્રા કરી પાછા ફરો, ત્યાં સુધી અમે અમારા લગ્નની તૈયારી કરી લઈશું. અમારાં સૌ સ્વજનો પણ પોતપોતાના આવાસો બનાવીને યમુનાના વનખંડમાં વાસ કરશે. બે માસ બાદ આપશ્રીને લેવા માટે કેટલાક વિદ્યાધરો આવશે. તેઓની સાથે વિમાનમાં આપે યમુનાના વનખંડમાં પધારવું.
વાતમાં રાત પૂરી થઈ ગઈ. વાતનો નિશ્ચય કરી, એક બીજાએ વચન આપ્યાં અને કોલ આપી જવાની રજા માંગી. પ્રભાત પણ થઈ ગયું હતું. સવારે ચંદ્રકુમાર-કનકવતીની રજા લઈ, રિતમાલા હરખાતી વેગ થકી સખીઓ પાસે પહોંચી ગઈ. પતિ શોધની વધામણી આપતી રતિમાલા સખીઓની સાથે આનંદ ઉત્સાહ મનાવે છે.
જ્યારે આ બાજુ તાપસ ગામમાંથી કુમાર-નવવધૂ કનકવતીને લઈ તાપસૠષિ કુળપતિની રજા માંગી. અને શ્રી સિધ્ધાચલ તીર્થની યાત્રાર્થે જવા માટે પલંગ લઈને, તેની ઉપર બેસી રવાના થયા. અત્યારે તીર્થની
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૪૯૩