________________
યાત્રાના ભાવો હૈયામાં ઉછળતા હતા. ઉભયના હૃદયમાં ધર્મભાવનાથી ગગનમાર્ગે ઉત્સાહભેર નિઃશકપણે ચાલ્યા જતા હતા. ધર્મની ચર્ચા કરતી કનકવતીને કુમાર યોગ્ય જવાબ આપતો હતો.
નદી-નાળા-વનકુંજો-પર્વતોના શિખરો, જમીનની હરિયાળી આદિ જોતાં આગળ જઈ રહ્યા છે. એટલામાં ભયંકર અટવી ઉપર વિમાન આવતાં રસ્તામાં નીચે જોયું. વિશાળ વડલા હેઠ અગ્નિકુંડ જોયો. જેમાં અગ્નિ પ્રજવલિત હતો. ધૂપાંગ આદિ નાખતાં ધૂમાડાને અગ્નિની જ્વાળાઓ પણ વડલાના વૃક્ષના પાંદડાને ભરખી રહ્યો હતો. અગ્નિકુંડની એક દિશામાં શરીર પર ભભૂતી લગાવી છે જેમણે એવા આઠ ઉત્કંઠ યોગીઓ બેઠા બેઠા મોટા અવાજે અંદરોઅંદર ઝઘડી રહ્યા હતા. જ્યારે બીજી બાજુ નાની વયની આઠ બાળાઓ સરખી ઉંમરની ઊભી હતી. તેના માથે મુંડન કરાવી દીધું હતું. માથા ઉપર ચંદનનો લેપ લગાવ્યો હતો. ગળામાં ફૂલની માળાઓ નાખી હતી. જેથી બિચારી બાળાઓના દેહ કંપતા હતા. અને મોટા સાદે આઠેય બાળા રડતી હતી.
આ દ્રશ્ય જોઈ કુમારને આશ્ચર્ય થયું. જોવાને માટે પોતાનો પલંગ નીચે ઊતાર્યો. પોતાની પત્ની કનકવતીને વિદ્યાએ કરી પુરુષ બનાવી દીધો. બંને સાથે અગ્નિકુંડ પાસે આવ્યા. કુમારે આઠેય યોગીને જોયા. યોગીઓ પણ કુમારને જોતાં જ લડવાનું બંધ કરી ચૂપ થઈ ગયા. કશું જ ન જાણતો કુમારે ઠાવકાઈથી યોગીને બોલાવ્યા અને પૂછ્યું.
-: ઢાળ-સોળમી :(રાગ. બંગાળ.. કિસકે ચેલે કિસકે બે પૂત..) કુંવર ભણે તુમે યોગી જાત, કાહે; ક્લેશ કરો ડિત સત, શીખ સાંભળો, મોટો રોગ કલહ કાળ, કામળો. એ આંકણી.
ક્લેણે વાસિત હે સંસાર, ક્લેશ રહિત ચિત ભવ તિસ્તા શીખ. Ill તુમકું નહીં જગ કોઇકી આશ, સંસાર છોડ રહો વનવાસ, શીખ. સંસાર વિષયાભોગી ભોળા, દૂર તજી લીયા સુંદર જોગ..શીખ. સારા ઝઘડા કરતે તુમ કોણ કાજ, વહેંચી લેણા હૈ ક્યા રાજ ? શીખ. અંતર ખોલી બોલો તેહ, કુંવારિકા લાવ્યા કિમ એહ ?..શીખ, all યોગી વિચારે બેસી એકાંતે, નર મળ્યો બત્રીસ લક્ષવંત, શીખ. ઇનકું ભોળવી અંતર , સોવત પુરુષો હવન કરેઇ.શીખ. જો
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૯૪