________________
-: દુહા -
કુંવરી કહે સખી સાંભળો, વાત કહી તે સાર; પણ જાણ્યા વિણ શું કરે, મુજ મન કેરો વિચાર /૧ ધૂરત તો ફરતા ઘણા, ધૂતે બાલીશ લોક સજન રવિ દર્શન વિના, મુજ ન હસે ચિત "કોક. મરા નારી ચઢિની આગળ, ધૂર્ત કળા અપ્રમાણ; મહિલાએ મહિતળ વચ્ચે, રોળ્યા જાણે અજાણ. all તેમાં પણ સુશીલા સતી, બુદ્ધિમતી જે તા; કનક કસોટીસે ઘસે, વરસતાં સંસાટ જેમ જગ રુપવતી સતી, ધૂર્તાકિ સંયોગ; યોગી કર્યા જણ ચારતે, આપ વરી સુખભોગ. //પી. કહે સખીઓ અમને કહો, બુદ્ધિ પ્રપંચ વિચાર; પદ્માવતી વળતું કહે, તેહ તણો અધિકાર સળી
૧ - કોક પક્ષી.
સ્ત્રીચરિત્ર
- દુહા :ભાવાર્થ :
સખીની કથા સાંભળી. પદ્માવતી સખીઓને કહે છે - હે સખીઓ! તમે પણ સાંભળો. ધૂર્ત અને શેઠની વાત કહી, તે બરાબર છે. પણ મારું મન તો તે બે પરદેશીને મળવા ઉત્સુક છે. જગતમાં બધા જ ધૂર્ત, ઠગ, દુર્જન હોતા નથી. સખી! સજ્જનો ધણા હોય છે. આ બંને પરદેશી સજ્જન છે. મને તેમના પ્રત્યે માન છે. સૂર્યદર્શન વિના કોકપક્ષી આનંદ પામતું નથી. તેમ સૂર્યરૂપી પરદેશીને જોયા વિના કોકપક્ષી રૂપી મારું મન આનંદ પામશે નહીં. રે સખી ! મને હસતી રમતી જોવી હોય તો તે પરદેશીને જલ્દી બોલાવી લાવો.
(શ્રી ચંદ્રશેખર રજાનો રાસ)
૨૧0