________________
ખોટ પૂરી. હવે અમારુ કોણ? બેન ! આ કાળરાજાએ કાળો કેર વતાવ્યો. કયા ભવનું વેર લીધું? અમારી સાધનાની જોડીને તેં પળવારમાં તોડી નાખી?
બેન ! મેં વિહાર વેળાએ આપને કહ્યું હતું કે આપણું શરીર હવે કામ આપતું નથી. હવે તમે વિહાર કરવાની વાત છોડી દો. અહીંયા રહીને આપ આપની આરાધના કરો. ત્યારે આપે મને કહ્યું કે.. બેન ! તારી વાત સાચી. પણ એકવાર હા પાડી. પછી ના શી રીતે કહેવાય?
ત્યારે મેં કહ્યું હતું કે, બેન ! ભલે, આ વખતે હા પાડી છે. તો જઈ આવો. શરીર કરતાં વચનની કિંમત વધારે ગણતા બેન ! આપે આપના શરીર સામે જોયું નથી. લજ્જા ગુણથી યુકત, કર્તવ્યની કેડીએ ચાલી નીકળ્યા. પણ હવે જલ્દી જલ્દી પાછા પધારજો. અમને મળજો. પણ કયાં..
આશા બધી માનવ તણી, પૂર્ણ કદી થતી નથી;
પૃથ્વી પરની બધી રજની, પૂર્ણિમા હોતી નથી.” અમારે માટે રોજ પૂર્ણિમા ઉગતી હતી. અકાળે ન બનવાનું બની જતાં હવે અમારે તો અમાસ આવી ઊભી રહી. ગુરુમાતા જતાં, મારે આપનો સહારો હતો. પણ હવે અમારું કોણ? માથે આભ તૂટી પડયું. આંસુ લૂછનાર કોણ ? અમારા મનનું સમાધાન કરનાર કોણ ? હા ! હવે હું કોને પૂછીશ? કલ્પાંત કરતાં નાની બેન સાથે સઘળો પરિવાર ચોધાર આંસુએ રડતો હતો.
પુનિત દેહને ઉપાશ્રયમાં લઈ આવ્યા. આ સમાચાર સાંભળવા કાન તૈયાર ન હતા. પુનિત દેહના દર્શન કરવા આંખ તૈયાર ન હતી. છતાં તે કાન, આંખને, મ ાવીને છેલ્લા દર્શન કરવા સૌ નાની બેનને લઈ આવ્યા. પૂત આત્માને શ્રધ્ધાંજલી આપવા. પવિત્ર દેહના દર્શન કરવા. તે પળ, તે ઘડી, તે કાળ તે સમય. જેણે જોયો હશે, તે જ જોઈ શકે. બાકી ન જોનાર તો કલ્પના પણ ન કરી શકે, કે ન શબ્દોમાં વર્ણવી શકે?
રે બેન ! વિદાય આપી ત્યારે ફરીથી મળવાની આશાએ આપી હતી. તેના બદલે.. તો... બેન ! આપ તો સદાને માટે વિદાય લઈ લીધી. ગુરુમાતા સાથે આપણી ચાલીશ ચાલીશ વર્ષ સુધી સંયમની આરાધના કરી. તે પછી આપની સાથે રહ્યા. કયારેય આંખનો ખૂણો લાલ જોયો નથી. આપણા જીવનમાં કયારેય મતભેદ પડ્યા નથી. તો મનભેદની શી વાત કરવી ? હે ઉપકારી મોટી બેન! હવે મને તિલક' ! “તિલક' ! કરીને કોણ બોલાવશે? હે વડીલ ગુરુબેન ! આપ તો બંને રીતે મારા ઉપકારી છો. આપનો ઉપકાર ચેં વારી શકાય? ગુરુકુળવાસમાં વડીલોની છાયામાં કયારેય તડકો જોયો નથી. કયારેય કોઈની આંખ પણ લાલ થયેલી જોઈ નથી. વડીલોના હૈયામાં સ્થાન મેળવનાર મોટી બેન! જયાં હોય ત્યાં આ લોકોત્તર શાસન પામો. વળી પરમ સમતા, શાંતિ અને સમાધિ પામો. એ જ શાસનદેવ પ્રત્યે પ્રાર્થના.
આ શબ્દો સાંભળનારના હૈયા હચમચાવી નાખ્યાં, અને દડ દડ આંસુ વહાવતાં, આજે તે પૂ. તિલકપ્રભાશ્રીજી મ.સા. અમારા સૌના શિરછત્ર છે. એમની રીતળછાયામાં અમારી આરાધનાના આઠ આઠ વરસના વહાણા વાયાં. અમારા આ પૂ. વડીલને બેનની ખોટ કોઈ પૂરનાર નથી. જયારે અમારા સ્વ. ગુરુદેવની