________________
જેમ કે શસ્ત્ર વિનાનો સુભટ, દુધ વિનાની ગાય, પાણી વિનાની નદી, ચંદ્ર વિનાની રાત, શોભતા નથી, તેમ રાજકુમાર વિદ્યા વિનાનો શોભશે નહિ.
રાજા - દેવી ! તારી વાત બરાબર છે.
રાણી - મહારાજા ! યોગ્ય અધ્યાપકો બોલાવો, વિદ્યાભ્યાસ આજથી ચાલુ કરાવો. મારા લાલને હવે જલ્દી ભણાવો.' નહિ તો.... જેમ કે,
એક નગરનો રાજા હતો. તે મુરખમાં શિરોમણી હતો. પણ તેનો પ્રધાનવર્ગ આદિ પરિવાર બહુ હોંશિયાર. રાજય રાજા શોભારૂપ બેઠો હોય, બાકી બધો જ કારભાર પ્રધાનથી ચાલતો હતો. રાજાની પડખે રહેનારી દાસી પણ એટલી ચાલાક હતી કે રાજા મુરખ છે તે કોઈને પણ કળવા ન દે.
એક દિન સભામાં નટનું ટોળુ આવ્યુ. રાજાની આજ્ઞા લઈ નટનાયકે નટોને નાચવાની આજ્ઞા આપી. ગીત-ગાન પણ સરસ ચાલતા હતા. અવસરોચિત રાજાને કંઈપણ પૂછવા આવે તો રાજાની પડખે રહેલી દાસી જવાબ આપી દે. કંઈ ભૂલચૂક થાય તો તે દાસી સુધારીને વાત કરી લે.
જુદા જુદા રાગના આલાપથી ચાલતા ગીતો ગાતાં ગાતાં, વચમાં નર્તકી રાજાને પૂછતી - હે મહારાજા ! કયો રાગ છે?
દાસીના વચનથી રાજા તે રાગનું નામ કહી દે.
નર્તકીને આ વાત ધ્યાનમાં આવી ગઈ. વળી આગળ ગીત ગાન નાટક ચાલુ રાખી સભાજનોને નર્તકી રીઝવતી હતી. તેમાં વળી બીજો રાગ શરૂ કર્યો.
નર્તકી - હે મહારાજા ! કયો રાગ છે ?
મુરખ રાજા દાસી કહેવા થકી કહેવા લાગ્યો - હે નર્તકી ! આ પંચમ રાગ છે.
વળી નટોનું કામ આગળ ચાલ્યું. સભાસદો તો જોવામાં અને સાંભળવામાં તલ્લીન છે એ જ અવસરે કંઈક કામ પ્રસંગે રાજાની દાસી મહેલમાં ગઈ. નર્તકીએ અવસર જોઈ રાજાને પૂછ્યું - હે રાજન ! કયો રાગ છે?
મુરખ રાજા - આ છઠ્ઠો રાગ છે.
તે ક્ષણે દાસી આવી ગઈ. વાત સાંભળી કહેવા લાગી, કે આ ‘ગોડી’ રાગ છે. દાસીની વાત સાંભળતાં રાજા તરત વાત ફેરવીને બોલ્યો - ના, ના, આ ગોડી રાગ છે.
સભા રાજાની સામે જોઈ જ રહી છે. વળી રાજા આગળ બોલ્યો - દાસી જો ન આવી હોત તો અમે હજુ વીસ રાગ સુધી આગળ વધત.
રાજાની વાત સાંભળી સહુ પેટ પકડી હસવા લાગ્યા. રાજા મુરખ છે એ પણ સૌ સમજયા. અને
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૧૦