________________
ઘરે ઘરે ભટકતી હતી. એમાં જો સખી કોઈ પિયર ગઈ હોય તો તેના પતિ સાથે વાતો કરવા વધારે તેને ઘરે જતી હતી. સખીઓના બાળકોને ઊંચાનીચા ઉછાળી રમાડતી હતી. બધી સખીઓ નીચ કુળની હતી. ઊંચકુળની સ્ત્રીઓ તો કોઈ તેની સાથે વાત જ કરે નહિ. સખી તો કેવી રીતે સંભવે ?
પરપુરુષોની આગળ મોં મચકોડી મચકોડી વાતો કરવા લાગી. પોતાના હોઠ દબાવતી તો વળી ખડખડાટ હસીને દાંત બતાવતી હતી. સખીઓના પતિ ઊંઘતા હોય તો છાની રીતે ચૂંટી ખણીને; ઉઠાડી દેતી. એકાંત જો મળી જાય તો કંઠે વળગી ચુંબન પણ કરી લેતી. કયારેક ગોખમાં ઊભી ઊભી કોગળા પણ કરીને આવતા જતાં માણસોને પરેશાન કરતી. ઉન્માર્ગે જઈ રહેલી દીકરીના પિતા પણ કંઈ જ કહી શકતા નહોતા.
હે રાજનું! સાંભળ! તારા પ્રધાનની પુત્રી પોતાના ગોખમાં ઊભી હતી ત્યારે તું રમવાડીથી પાછો ફરતો, તેં પ્રધાનપુત્રીને જોઈ. જોતાં જ તને તેની ઉપર ઘણો રાગ ઉત્પન થયો. દત્ત મંત્રીશ્વરની પુત્રી છે. તે જાણીને તરત જ માંગુ મૂકયું. તરત જ તે કન્યા સાથે તે લગ્ન કર્યા. નવી રાણી શૃંગારસુંદરીને મહેલની સાતમી ભૂમિએ રાખી. બીજી બધી રાણીઓ પાસે તું ન જતાં સાતમે માળે નવી રાણી પાસે નિત્ય જવા લાગ્યો. પટ્ટરાણીને દૂર કરી નવી રાણી સાથે મનગમતા ભોગ ભોગવવા લાગ્યો. અવગુણોથી ભરેલી રાણીમાં અંધ બનેલો તું - તે નવી રાણીને મહાસતી માનવા લાગ્યો.
- રાજરાણી બની રાજમહેલના સુખો રાજાની સાથે ભોગવવા છતાં પણ ઓછા પડ્યા. તે અવસરે મહેલના ઝરુખેથી માર્ગમાં શેઠના પુત્ર ધનંજયને જતો જોયો. તે રૂપ-કળા અને યૌવનથી પરિપૂર્ણ જોતાં જ માર્ગમાં જઈ ઊભી. આંખોમાં આંખ મેળવીને તેના ઉપર અતિશય રાગવાળી થઈ. વળી બીજી વાર ધનંજય નીકળ્યો ત્યારે હવેલીની અટારીએથી તેના ઉપર ચીઠ્ઠી નાખી. તે ચીઠ્ઠી બરાબર રસ્તે જતાં ધનંજયની આગળ પડી. કામાતુર થયેલી તે તારી રાણીએ જે ચીઠ્ઠી નાંખી, તે ચીઠ્ઠી લઈ ધનંજયે વાંચી. બંનેની નજર એક થતાં, બંને કામાતુર બન્યા. ધનંજય ચીઠ્ઠી વાંચવા લાગ્યો. ચીઠ્ઠી-લખાણ વાંચી વિચારવા લાગ્યો. તે મને ચાહે છે. હું તેને ચાહું છું. રાજાની રાણી છે. મને કેવી રીતે મળે? ઉપાય શોધી કાઢ્યો. નગરની બહાર જંગલમાંથી એક સુરંગ ખોદાવી. તેનું દ્વાર તારી રાણી શૃંગારસુંદરીના મહેલમાં બન્યું. બીજુ દ્વાર નગરની બહાર જંગલમાં.
હે રાજનું! તારી મનમોહિની - સુરંગ વાટે દરરોજ ધનંજય પાસે જવા લાગી. મનમોજ ઉડાવવા લાગી. જે વાતની તને જરાયે ગંધ ન આવી. સ્ત્રીના ચરિત્રને બ્રહ્મા ન પહોંચ્યા. તો તું શી વિસાતમાં! રાણી પોતાના પતિને મુકી પરપુરુષની સાથે ભોગો ભોગવવા લાગી. ધનંજય પણ મહાસુખ માણવા લાગ્યો.
હે રાજન! ધનંજયની ગેરહાજરીમાં તારા દિલની એ રાણી તને અપાર ચાહતી હતી. તેને પણ તેના ઉપર અપાર પ્રેમ હતો. સંપૂર્ણ વિશ્વાસ હતો.
એકદા રહેવાડી તું ગયો હતો, ત્યાં માર્ગમાં ધનંજયનો મહેલ આવ્યો. મહેલના ઝરૂખે, હે રાજનું!
(૮)
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૫n
શ્રી ધંટ્રોણા શેરો શો)