________________
ક
:
-
LS
S
10
ET
જંગલમાં મંદિર, યક્ષરાજના શિર પર જિનપ્રતિમાની પૂજા કરતી દેવીઓ,
દૂરથી કુમાર આ દ્દશ્ય જોઈ રહ્યો છે. સુંદર આલાપે ગવાતાં ગીતો સાંભળી કુમાર તરત જ પ્રગટ થયો. કુમારને જોતાં કુંવરી-કન્યા તરત જ આદર દઈને બોલાવ્યા. પરમાત્માના મંદરિમાં દેવલોકની દેવીએ આરાધના કરતાં, પોતાની સાધર્મિક સગાઈએ કુમારે બે હાથ જોડી જય જિનેન્દ્ર બોલી પ્રણામ કર્યા.
અજાણ્યા પરદેશીનો વ્યવહાર જોઈ કન્યા લજવાણી. શરમ આવતાં છતાં કન્યાએ બેસવા માટે આસન આપ્યું. આસન પર બેસતાં જ કુમાર પૂછવા લાગ્યો.
કુમાર - આપ કોણ છો? સરોવરમાં કે વનમાં વસો છો? વળી મને આશ્ચર્ય થાય છે કે આ મંદિર • યક્ષરાજનું છે. યક્ષદેવ થઈને જિનેશ્વરદેવને માથા ઉપર ધારણ કેમ કર્યા છે? કુમારના પૂછાયેલ પ્રશ્નોના જવાબ આપતાં કુંવરી કહે - હે નરપુંગવ મહાપુરુષ! સાંભળો !
માકંદીપુર નામે નગર હતું. ત્યાં યક્ષદા નામે બ્રાહ્મણ રહેતો હતો. પુણ્યની કચાશે બિચારો દરિદ્રી
(શ્રી ચંદ્રશેખર રજાનો રાસ)
૧૨૪