________________
ગરીબ હતો. તેને પ્રિયમતી નામે સ્ત્રી હતી. બિચારાં દુઃખમાં પોતાના દિવસો વીતાવતાં હતાં. સંસારમાં આ બ્રાહ્મણને તેર સંતાન હતાં. પોતાના પરિવારનું ભરણ પોષણ યક્ષદત્ત માંડ માંડ ચલાવતો હતો.
પરિવારમાં છેલ્લો તેરમો પુત્ર સોમ નામે હતો. જયારે તેનો જન્મ થયો તે જ વરસથી બાર વર્ષનો મોટો દુકાળ પડ્યો. જ્યાં એક ટંક ભોજનના ફાંફાં હતા. તો દુકાળમાં શું કરે ? કપરા દિવસો આવ્યા.
લોકોમાં દાનની બુધ્ધિ હતી તે પણ ચાલી ગઈ. તો અનાજ કયાંથી મળે ? પોતાના બાળકોને છેતરી મા ખૂણામાં જઈને એકલી કંઈ પણ એઠું જૂઠું મળ્યું હોય તે ખાઈ જતી. સ્ત્રીઓ પોતાના બાળકોને વેચી દઈને પેટ ભરવા લાગી. વળી કેટલાક તો પોતાના ઘર કે ઘરેણાં દાગીના ધાન્યના તોલે આપી દેતાં. અને ધાન્યને મેળવતા હતા. પેટ કરાવે વેઠ.’ વેઠમાં ને વેઠમાં લોકો પોતાના દિવસો પૂરા કરવા લાગ્યા. વળી કેટલા ઘર છોડી દઈને પરદેશ ભટકવા લાગ્યા. ખાવા ન મળતાં લોકોએ વિષનું ભક્ષણ કરીને જિંદગી ટુંકાવવી શરૂ કરી. શું કરે ? માણસો તિર્યંચ પશુને મારી, તે માંસ ખાઈ પેટ ભરવા લાગ્યાં. વાણિયા બ્રાહ્મણો પોતાની જાત ભૂલી જઈ દાનવના દાસ બની ન ખાવાની વસ્તુ ખાવા લાગ્યા. ભૂખના દુઃખથી ત્રાસેલા લોકો મિત્રોને ઠગતા. અને છોડી પણ દેતા હતા. અભિમાનમાં ફરતા લોકો પણ આ ભીષણ દુકાળમાં બિચારા દીનતાને ધરતા હતા.
આ કપરા સમયમાં યક્ષદત્ત તેની પત્ની અને બાર સંતાનો ભૂખમરામાં મરણ પામ્યાં. તેરમો પુત્ર સોમ એક જ બચી ગયો. તે પણ સાવ નાનો હતો. ભિક્ષાવૃત્તિથી ભટકતો લોકો તેની દયા લાવી કયારેક કયારેક ખાવાનું આપતા હતા.
દુઃખના દહાડામાં વરસો વીતવા લાગ્યાં. ગરીબાઈએ સોમનો ભરડો લીધો. યૌવનવયમાં આવેલ સોમ દુઃખથી માંડ પોતાનું પેટ ભરતો હતો. દુકાળ પૂરો થતાં કંઈક લોકો સ્વસ્થ થતાં વળી વ્યવહાર ચાલુ થયો. ઘરબાર વગરના, ધન વગરના સોમ બ્રાહ્મણની સાર સંભાળ કરનાર કોઈ નથી. યૌવનના મદમાં સોમ જુગારિયાના ટોળાના રવાડે ચડ્યો. દિનભર મહેનત કરે, બે પૈસા મળે ને તરત જ જુગાર ખેલવા ચાલ્યો જતો. કોણ સુધારે ? કોણ તેને વા૨ે ? જુગારની લતે ચડેલો ખાવા માટે પણ પૈસા રાખતો નહિ. જે પૈસા મળે તે જુગારમાં ખોઈ બેસતો.
ભૂખ કોઈની સગી થઈ નથી. તો સોમની સગી કયાંથી થાય ? જુગારિયાની સોબતથી સોમની પાસે પૈસો ટકતો નથી. ખાવા માટે હવે આ સોમ સ્મશાનમાં જઈને મૃતક પાછળ મૂકેલા લાડુને લઈ આવતો. તેનાથી ઉદરપૂર્તિ કરવા લાગ્યો. રહેવા ઘર નહોતું. પહેલાં તો પાડોશી કે શેરીના લોકો બિચારો - મા બાપ વગરનો છે સમજી આશરો આપતા હતા. પણ હવે તો મહાવ્યસની જુગારિયાને કોઈ પણ પોતાના આંગણામાં પણ ઊભું રહેવા દેતું નથી.
તે સ્મશાનમાં લાડુ ખાય. રાત પડે આશાપુરી માતાના મંદિરે રાતના આવી સૂઈ જતો.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૧૨૫