________________
હતી. તે પણ મારી ઉપર ઘણો જ સ્નેહ રાખી રમતી હતી. હું સ્નેહમાં તણાયો, મોહમાં ફસાયો. મીઠાં વચનોથી તે જે કહે તે કરવા હું તૈયાર રહેતો, આ ભયંકર વનમાં મલયાચલ પર્વતનો મીઠો મંદ મંદ પવન અમને ઘણા સુખને આપતો હતો. વનમાં જાતજાતનાં વૃક્ષો, વનવેલડી લાકુંજો જોતાં જોતાં આનંદ પામતાં વનની લીલાને જોતાં હતાં. વૃક્ષો ઉપર રહેલાં પંખીડાંના કલરવ અવાજ અમારા કાનને સુખ આપતો હતો. સહકારની ડાળે કોકિલ-કોયલનો મીઠો ટહુકાર પણ સાંભળી મન આનંદ પામતું હતું. આવી કુદરતી શોભાને જોતો, સાથે નવ પરણીત મારી પત્નીનું સાહચર્ય. હું ભાન ભૂલ્યો. મને કામદેવે પડ્યો. મારા શરીરે કામ વ્યાપ્યો. હું તે રૂપાળીના રૂપમાં લુબ્ધ બન્યો. મારી ઈચ્છા પૂરી કરવા મારી પ્રિયાએ સાથ આપ્યો. દ્રાક્ષનો માંડવો જોતાં જ રથ થોભાવ્યો. રૂપાળી નીચે ઊતરી. મને પણ દ્રાક્ષના માંડવા નીચે લઈ ગઈ. કહેવા લાગી - હે સ્વામી! આવો, આ માંડવે. આપણે ઘડીવાર મનગમતી કામક્રીડા, રતિક્રીડા કરીએ. માંડવા હેઠે અમે તમે બંને ક્રીડા કરી આરામ કરીએ.
અમે બંને માંડવા હેઠળ ગયા. ગોવાળ ગોવિંદ રથને સંભાળતો ત્યાં ઊભો રહ્યો. અમે બંને માંડવા હેઠે વૃક્ષના પાંદડાની પથારી કરી. અમે બંને નિરાંતે સૂતા. મનઈચ્છિત સુરતક્રીડા કરી સુખ પણ પામ્યો. હું તો સૂકા પાંદડે સૂતો હતો. તે મારી સામે બેઠી. મનમાં કંઈક વિચારતી હતી. હું થાક્યો આરામ કરતો હતો.
તેવામાં અમારી નજરે દૂર એક વાંદરો ચડી આવ્યો. વાંદરો જોઈને મને તે રૂપાળી કહે - સ્વામી ! હું જ્યારે માંદી પડી ત્યારે તમે મને છોડી ચાલ્યા ગયા. સાજી થઈ ત્યારે તેડવા આવ્યા. મારી ઉપર આપનો ઘણો પ્રેમ હતો. બીજી વખતે મને વળગાડ વળગ્યો. ત્યારે પણ તમે ચાલ્યા ગયા. તમારા વિરહમાં મારા દહાડા જતા નહોતા. એવા ટાણે અમારા ગામમાં યોગિણી આવી. ભિક્ષા કાજે ફરતી મારા આંગણે આવી. પતિવિરહી એવી મેં પ્રેમથી ઘણી જ ભિક્ષા આપી. ભિક્ષા આપતાં મેં જોયું. તે યોગિણીના વસ્ત્રના છેડે ઔષધિઓ બાંધેલી હતી. ઔષધિની જાણ માટે મેં તેમને બીજે દિવસે પણ આવવાનું કહ્યું. રોજ ભિક્ષા કાજે મારે ત્યાં આવવા લાગ્યાં. હું પણ પાત્ર ભરીને ભિક્ષા આપતી હતી. આદરથી ભિક્ષા આપતી અને ભકિત પણ કરતી હતી. તે જોઈ યોગિણીને મારી ઉપર અપાર પ્રીત થઈ. ભકિત પ્રીતિમાં પરિણમી.
અવસર મળતાં મેં પૂછ્યું - હે મૈયા! મારા પતિનો મારી ઉપર અપાર પ્રેમ સ્નેહ છે. મને પણ અતિશય સ્નેહ મારા પતિ ઉપર છે. પણ અમારો મેળો થતો નથી. જ્યારે તે આવે ત્યારે હું માંદી પડી જાવું છું. મારો રોગ અમારા વચ્ચે અંતરાય ઊભો કરે છે. તો હે મા! મારી ઉપર કરુણા કરો. દયા રાખો. આપ એવું કંઈક કરી આપો કે અમે પતિપત્ની સુખભર રહીએ. વળી મારા પતિને પણ કોઈનો ઉપદ્રવ ન થાય.
મારી વાત સાંભળી તે યોગિણી પૂરા પ્રેમથી મને કહેવા લાગી - હે દીકરી! તું ચિંતા ન કરીશ. તારી સઘળી ઈચ્છા પૂરી કરીશ. તારા સઘળા કામ પણ પૂરા કરીશ.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
४४०