________________
66
સોહં તથાપિ તવ વિત્ત વશાત્ " (શ્રી ભક્તામર સ્તોત્ર)
“બચાવવા તિજ બાળ, સિંહ પ્રતિ હરણી ભરે ફાળ; વાત્સલ્ય ભીનું હૈયુ પ્રેમાળ, જે પ્રેરે ભરવા હરણફાળ'' ||
વનવગડાના તૃણ અને નીરથી જીવન જીવતાં હરણના ટોળાઓ કેવા ખેલી રહ્યા છે ! કેટલીક હરણીમાતાની સાથે પોતાના બાળ હરણો પણ રહેલા છે. જે માતાની વાત્સલ્યતાનું અમૃતપાન કરી રહ્યા છે. ત્યાં અચાનક જ એક સિંહ ફાળ ભરતો, બાળહરણ પાસે આવી પહોંચ્યો. બાળહરણને પંજામાં લેવા પોતાના પગ લંબાવે છે. ત્યારે... ત્યારે સિંહના પંજામાં સપડાતા પોતાના બાળને જોઈને, માતાના હૃદયમાં શું વ્યથા થાય ? એ તો ‘મા’ જ જાણી શકે. પોતાના બાળ પ્રત્યેનું નીતરતુ વાત્સલ્ય... હરણીને સિંહ સામે લડવા પ્રેરે છે. હરણી... નથી સ્વશકિતનો વિચાર કરતી... કે... નથી શત્રુના બળનો વિચાર કરતી... માત્ર... પોતાના બાળની આશાભરી નજરે એના હૈયામાં વહેતા નિર્મળ વાત્સલ્ય ઝંકૃત કરે છે. (ઉદ્દીરે છે). સિંહના પંજામાંથી પોતાના બાળને છોડાવવા માટે, એને ઝંપલાવવા પ્રેરે છે.
બસ એ જ રીતે...
ગુરુવિરહ તાપથી સંતપ્ત હૈયામાં, દિવ્યલોકવાસી ગુરુમૈયાની કૃપાદૃષ્ટિ મેળવતાં ઝંખનાએ “કંઈક' કરવા પ્રેરણા કરી.. પણ... ‘‘અલ્પજ્ઞ”... ‘‘અજ્ઞાત” એવી હું “કંઈક' શું કરી શકું ? ગુરુવિરહથી હૈયાની હિંમતહારી બેઠેલી હું શું કરી શકીશ ? મારી શકિત જ મને રુકાવટ કરતી હતી. પણ... એક મધરાતે ઝબકારો થયો. જે ઝબકારે પ્રેરણા કરી... અને સંકેત સંદેશ સંભળાયો.
‘‘બેસી રહેવું.” એ તારુ કર્તવ્ય નથી. “નારાજી, પ્રમાદ’ ખંખેરી નાંખ અને પ્રગતિના પંથે તારા કદમ માંડ. પા પા પગલીએ મંડાતા ડગ... એક દિવસ ઈચ્છિત સ્થાન પહોંચાડશે... અને... અને...
ગુરુમૈયા પ્રતિ માંડેલી કૃપાકાંક્ષી મીટ... અની સામે દિવ્યલોકથી વરસતા ગુરુમૈયાના અંતરાશિષના બળે... વણકલ્પી લેખનની દુનિયામાં ઝંપલાવ્યું... અને... આજે...
'તવ મવિત્ત વશાત્ ” આગે કદમ ભરતાં આંશિક ગુરુઋણ અદા કરવાની તક મળી, જેનો આનંદ છે.
‘ગુરુમૈયા' ! હવે હું પ્રમાદ રૂપી સિંહના પંજામાં સપડાઇ ન જાવું, તે માટે તારું વાત્સલ્યભીનું હૈયું મન સદા પ્રેરણાને સતત ઝીલવાની શકિત મળે. જે કંઈ બની શકયું છે તે તો માત્ર... આપ ગુરુકૃપાના બળે જ...
‘‘ગુરુમૈયા'' ! સદા આત્મોન્નતિ માટે પ્રેરણા-બળ અને આશિષ વરસાવશોજ... એવી દઢ શ્રધ્ધા
સાથે...
“ગુરુકૃપાકાંક્ષી સાધ્વી જિતકલ્પાશ્રી...
૧૨