________________
-: દુહા ઃ
ભાવાર્થ :
સૂર્ય ઉદય થયે કુમાર પંચ પરમેષ્ઠીનું ધ્યાન ધરતો મંદિરમાંથી નીકળી આગળ ચાલ્યો. મહાઅટવી ઓળંગી કુમાર ખુલ્લા મેદાનમાં આવ્યો. દૂર દૂર નજર ફેરવતાં એક સૂનું નગર જોયું. નગર હોવા છતાં કોઈ માણસ કે પશુપંખીનો સંચાર થતો પણ જોવામાં ન આવ્યો. કૌતુક જોવા પ્રેરાયેલ ચંદ્રકુમાર ઉત્સુકતાથી સૂના નગર તરફ ચાલ્યો.
નગરની ફરતી નવ વાડીઓ હતી. પણ ત્યાં કોઈપણ માણસનો સંચાર નહોતો. મોટો રાજમાર્ગ, હાટ, હવેલીઓ વગેરેમાં કોઈ જ વસ્તી નહોતી. ચકલુયે ફરકતું ન હતું. તે નગરમાં ચંદ્રકુમાર વિચાર કરતો ફરવા લાગ્યો.
શૂન્ય નગરમાં, રાજમહેલમાં સાતમે મજલે, પલંક પર બેઠેલી બિલાડી જોતાં આશ્ચર્ય પામતો રાજકુમાર.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૪