________________
રાજધાની મધ્યે આ એક જ મૂલ્યવાન રત્ન સમાન છે. અને તે આ મારી વહાલી થાપણ આપના હાથમાં સોંપુ છું. મને તેની ઉપર અત્યંત પ્રેમ છે. પ્રેમબંધને કેવી રીતે રજા આપું. પળવાર પણ મને વિરહ ખમાતો નથી. છતાં ચારિત્રના માર્ગે જતાં વિન કેમ કરાય? એ મારા કાળજાની કોર છે. એ મારા રતનનું જતન કરજો.
-
STD 1 / MITI
LE
T/
શ્રી કેવલિ ભગવંતની પર્ષદા. રાણી મૃગસુંદરીની પ્રવજ્યા. ત્યાર પછી મૃગસુંદરી પોતે જ પોતાના અલંકારો, વસ્ત્રાભૂષણો ઊતારીને મહત્તરીકાને આપ્યાં. શાસનદેવીએ સાધ્વી વેરૂ આપ્યો. કેવલિ ભગવંતે ચાર મહાવ્રત ઉચ્ચરાવી, વાસક્ષેપ નાંખ્યો. આશીર્વાદની સરવણી વહાવી. થોડીવારની મૃગસુંદરી તો હવે સાધ્વી વેશમાં સજ્જ થઈ આવી ગયા. રત્નાવતી તો ધૂસકે ધૂસકે રોતી હતી. વહુરો માને આશ્વાસન આપતાં હતાં. મહારાજ ચંદ્રશેખર પણ વિયોગના આંસુ સારતા હતા.
થોડીજ ક્ષણોમાં દુનિયાની મહારાણી મૃગસુંદરી, હવે તપસ્વીની સાધ્વી બની. આર્યા મૃગસુંદરીથી ઓળખાયા. સાધ્વીછંદમાં જઈ બેઠા. રનવતી અને રાજપરિવાર કેવલિ ભગવંતને વિનવે છે કે - હે કુપાવનાર ! મૃગસુંદરીનો વિરહ ખમાતો નથી. આપ પાંચ દિવસ વધારે અત્રે સ્થિરતા કરો. ત્યારપછી સૌ
હિરા
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
ઉ ોખર જરો )
૫૪૧