________________
દેશનિકાલ
-: ઢાળ-ર ઃ
ભાવાર્થ :
મિત્ર ચિત્રસેનની સઘળી વાત સાંભળી, મંત્રીપુત્ર રત્નસાર મિત્રની સાથે જવા તૈયાર થયો. બંને મિત્રો મઘ્યરાત્રિએ મહેલમાંથી નીકળી ગયા. શુકનો જે થયા તે બધાજ શુભ થયા છે.
કવિરાજ કહે છે કે કુમાર શુકનશાસ્ત્ર જે ભણ્યો છે, તેનો વિચાર કરતો હતો. તે શુકનોની થોડી ઘણી વાત અહીં કરીએ છીએ. તો હે ચતુરનર! તમે સૌ સાંભળેા. પ્રયાણ કરતા પ્રવાસીને વિદાય આપતાં કહે કે ૧, પ્રાપ્ત કરો. ૨, વિસર્જન કરો. ૩, જાઓ. ૪, સુખે જાઓ. પ, છોડી દો. ૬, નીકળો. ૭, કરો. આ પ્રમાણે શબ્દો સાંભળે તો તે સિદ્ધિદાયક - કામની સિદ્ધિ આપનાર થાય છે,
જો આ જ શબ્દો વિપરીતપણે બોલાય તો નિષ્ફળતા પ્રાપ્ત થાય છે.
૧, તેલ મર્દન કરીને. ૨, ઉલટી થવી. ૩, હજામત - મુંડન. ૪, મૈથુન સેવી. ૫, રડતાં રડતાં જવું. ૬, માછલી. ૭, દૂધ. ૮, મધ. ૯, છાશ. ૧૦, દારુ. ૧૧, તેલ ખાઈને પરગામ જવુ નહીં.
૧, સર્પ ને. ૨, બિલાડો જોઈને. ૩, કજિયો કરીને. ૪, ઋતુવંતી સ્ત્રી. ૫, ઘર બળતાં છતાં. ૬, અકાળે વૃષ્ટિ થઈ હોય. ૭, મૃતક સામે મળે. ૮, સુતક હોય. ૯, ગર્ભવતી સ્ત્રી હોય. ૧૦, સ્નાન કરીને. ૧૧, મનમાં રીસ કરીને. ૧૨, આક્રોશ કરીને. ૧૩, પોતાની સ્ત્રીને મારીને. ૧૪, કોઈ પૂછે ‘“કયાં જશો?” એમ પૂછે ત્યારે. ૧૫, ખાવાનું નામ દે ત્યારે. ૧૬, વસ્ત્રોનો છેડો કયાંક ભરાઈ જાય ત્યારે. ૧૭, ન જશો. ૧૮, નીકળતાં ઠેસ વાગી જાય ત્યારે. ૧૯, કાંટો વાગે. ૨૦, વિપરીત વેશવાળો સામે મળે. ૨૧, જમવાનું મૂકીને જવું. ૨૨, ઘરે મહોત્સવ ચાલતો હોય. ૨૩, માથાના વાળ છૂટા હોય. ૨૪, વસ્ત્રરહિત. ૨૫, યોગી. ૨૬, લાકડું સુકું. ૨૭, ભૂખ્યો. ૨૮, રોગી. ૨૯, આંધળો. ૩૦, કોઢિયો. ૩૧, વંઘ્ય. ૩૨, કાણો. ૩૩, બ્રાહ્મણ. ૩૪, ધોબી. ૩૫, નીચ કુળ વાળો જો આટલા સામા મળે તો અપશકુન કહેવાય.
હવે શુભ શુકન કહે છે :- ૧, કુંભ. ૨, કન્યા. ૩, દહીં. ૪, ફળ. પ, ફૂલ. ૬, કેડે તેડેલી બાળકવાળી સ્ત્રી. ૭, વાછરડા સહિત ગાય. ૮, દારુ. ૯, માંસ. ૧૦, હાથી અને ઘોડા સહિત રથ. ૧૧, ધૂમાડા રહિત અગ્નિ. ૧૨, પકાવેલું અનાજ (રસોઈ). ૧૩, ધ્વજ. ૧૪, જીવિત મત્સ્ય મુગલ. ૧૫, વેશ્યા. ૧૬, માટી. ૧૭, ગુરુ. ૧૮, રાજા. ૧૯, હાથમાં આરીસો લઈને હજામ. ૨૦, હાથમાં દાંડો તેવા જૈનમુનિ ભગવંત. ૨૧, પંચ પરમેષ્ઠી પ્રવેશ. સામે મળે તો શુકન સારા કહેવાય.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૧૭૪