SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ વિમળાપુરી નામે બે મહાનગરીઓ રહેલી છે. આ બંને નગરી ઉપર રત્નસુલ અને કનકચુલ નામે બે બંધુ બેલડી રાજ્ય કરે છે. બંને બાંધવા ઘણા પુણ્યશાળી રાજાઓ છે. પુણ્યના ઉદયે રાજ્ય નિષ્ફટકપણે પાલન કરે છે. રત્નસુલ વિદ્યાધર રાજાને શ્રીમતી નામે પટરાણી છે. જ્યારે બીજો રાજા કનકચુલ રાજાને ઘીમતી નામે પટરાણી છે. બીજી પણ તે બંને રાજાને રાણીઓ રહેલી છે. બધી જ રાણીઓ ઉપર રાજાને પ્રીત રહેલી છે. બધી રાણીઓને રાજા ઉપર પણ ઘણોજ રાગ રહેલો છે. પ્રીતિ કેવી છે તે કહે છે કે જેમ માછલીને પાણી સાથે પ્રીત જે છે તે જ પ્રીત (પ્રેમ) રાજાને રાણીઓ ઉપર હતી. રાજાને બધી રાણીઓની ઉપર પ્રીત સરખી હતી. બંને રાજાઓ સંસાર સુખ ભોગવે છે. રાજ્યનો કારભાર પણ સંભાળે છે. બંનેને પરિવારમાં પુત્રીઓ હતી. એક રાજાને છસો કન્યાઓ છે, જ્યારે બીજાને છત્રીસ કુંવરીઓ હતી. રત્નચલ-મણીચુલ બંનેને વારસામાં રાજ્ય મળ્યાં હતાં, તે રીતે જૈન ધર્મ પણ મળ્યો હતો. રાજ્ય પાલન સાથે સાથે ધર્મને પણ સાધતા હતા. ચોમાસાનો કાળ હતો. ચોમાસુ પુરું થવા આવતાં રાજકચેરીએ અઠ્ઠાઈ મહોત્સવ મંડાયો. તેમાં દસમા તીર્થપતિ શ્રી શીતળનાથ ભગવાનની પ્રતિમા પધરાવીને, આઠેય દિવસ રાજા, પરિવાર સહિત વિવિધ પ્રકારે ભકિત કરતો હતો. મહોત્સવના ચરમ દિવસે, કારતક વદ પાંચમના દિવસે, ગગનવિહારી વિદ્યાધર મુનિશ્વર, પરમાત્માના દર્શનાર્થે આકાશમાર્ગે જતાં અહીં આ રાજકચેરીએ પધાર્યા. મુનિભગવંત પરમાત્માની ભકિત કરી, રંગ મંડપમાં પધાર્યા. રાજપરિવારે મુનિભગવંતને વાંધ્યા. રત્નજડિત સિંહાસન રાજદરબારેથી મંગાવી, રાજાએ ગુરુ ભગવંતને બેસાડ્યા. ત્યાર પછી રાજપરિવાર ગુરુ ભગવંતને વિધિવત્ વંદન કરીને, દેશના સાંભળવા યથાસ્થાને સહુ કોઈ બેઠા. જ્ઞાની ગુરુ ભગવંત પર્ષદા જોઈને ધર્મદેશના આપી. દેશનાને અંતે અવસરોચિત રત્નચલ રાજાએ બે હાથ જોડી ગુરુ ભગવંતને પૂછયું - હે ભગવંત! આપની દેશના ભવોદધિ તારણ ને હિતકર છે. અમૃત સરખી દેશના સાંભળી અમે સહુ આનંદ પામ્યા છીએ. ભગવંત આપને હું એકવાત પુછું છું કે અમારા બંને ભાઈઓની પુત્રીઓ જૈન ધર્મ વાસિત છે. તો તે પુત્રીઓનો ભાવિ ભરતાર કોણ હશે? અને તે અમને કેવી રીતે કયાંથી પ્રાપ્ત થશે? અમે તેઓને કંઈ રીતે જાણશુ? વળી તે ખેચર કે ભૂચર ભૂપતિ હશે? હે ગુરુદેવ ! અમારી પુત્રીઓના પતિ કેવી રીતે પ્રાપ્ત થશે? તે કૃપા કરીને કહો. જૈનમુનિઓ સંસારની વાતોમાં કયારેય ભાગ ન લે. એમાં આ તો સંસારવૃદ્ધિની વાત. છતાં હિતા હિતને જાણતાં જે જ્ઞાની ભગવંતો ભાવિમાં શાસનને લાભ થવાનો જાણીને, ઘણીવાર કહેતા હોય છે. અહીંયા પણ એવું બન્યું. ગુરુ ભગવંતે જ્ઞાનનો ઉપયોગ મૂકી જોઈ લીધું. પછી રાજાને કહેવા લાગ્યા - હે ખેચરરાય ! દેવાવિમાં (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) २८४
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy