________________
અરિ ભેટ ધરી વાગ્યે, હર્યો એ આવીયો, સંયમનું નિમિત્ત એ રાય, મુજને ભાવિયો, ચંદ્રશેખર પૂછે તારી, મરી એ કિાં જશે ? મુનિ બોલે નરક મઝાર, ભવ બહુલા થશે. મધુ. //રરો નૃપ પૂછતા મુજ આગળ, ભવ હોશે કિયો ? જંપે મુનિ આ ભવમાંહિ, તમે મુક્તિ જશો, ખંડ ચોથો પહેલી ઢાળ, સુણો ચિત્ત ધારીએ, શુભવીર વિવેકી લોક, વિષય નિવારીયે. મધુ. /all
૧ - અવધિજ્ઞાન, રે - સ્તન.
કુમાર આશ્ચર્યમાં
-: ઢાળ-૧ -
ભાવાર્થ -
જયરથ મુનિ ભગવંતને પૂછે છે - હે કૃપાનિધિ ! આ ભરયુવાનીમાં આપ આ કઠિન માર્ગે શા માટે નિકળ્યા? નાની વયમાં ચારિત્ર? મારા મનમાં ઘણું આશ્ચર્ય થાય છે. આપે સંયમ શા માટે ગ્રહણ કર્યો? વળી વિપરિત ગતિવાળા ઘોડાથી હું અપહરણ કરાયો. તે શી રીતે જાણ્યું. હે મહામુનિ ! હે દયાના સાગર ! મને કૃપા કરી કહો.
જ્યારે ચંદ્રશેખર તો મૌન થઈને બંનેનો વાર્તાલાપ સાંભળી રહ્યો છે. જયરથ રાજાની વાત સાંભળી મુનિ ભગવંત બોલ્યા - હે રાજન્ ! તને વધારે શું કહ્યું? ત્યાગીઓની વાત તને શું સમજાય? ત્યાગી મહાત્માઓની આરાધનાની મસ્તી રાગીઓના ભાગ્યમાં કયાંથી સંભવે ? મારા સંયમના સ્વાંગનું કારણ તમે છો ! તમારા નિમિત્તે સંસાર છોડી સંયમ સ્વીકાર્યો છે, કુમાર અને જયરથ આ વાત સાંભળી આશ્ચર્ય પામ્યાં. વળી રાજા મુનિને કહે છે - હે ગુરુભગવંત ! મારા નિમિત્તે! એવું શું બની ગયું? કહો ! કૃપાવતાર કહો ! વળી આપના જીવનમાં હું કઈ રીતે આવ્યો? વળી હું અહીં આવી ચડ્યો, તે પણ શી રીતે જાણ્યું!
મુનિ - હે રાજનું! દેવગુરુની કૃપાથી અવધિજ્ઞાન પ્રાપ્ત થતાં, તમારા ઘોડાની વિપરીત ગતિ જાણી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૪૭