________________
માણસ - હે પરદેશી નરોત્તમ! હું વિદ્યાધરની શ્રેણીના રાજા મણિચૂડનો પુત્ર છું. મારું નામ શંખચૂડ છે. સદ્ગુરુના મુખથી તીર્થોના - મહિમાની વાત સાંભળી હું યાત્રા કરવા નીકળ્યો. જતાં માર્ગમાં હું અહીંથી નીકળ્યો. નીચે જિનમંદિર છે તે મને ખબર નહોતી. અજાણતાં જિનમંદિરનું ઉલ્લંઘન થતાં જ હું આકાશમાંથી નીચે આ ભૂમિ ઉપર પટકાઈ ગયો. અને મારી વિદ્યા બધી નષ્ટ થઈ ગઈ. તે કારણે હવે હું અહીંથી કેવી રીતે જઈશ? ચિંતામાં અહીં દાદાના દરબારે આવી બેઠો છું. સ્મરણ કરતાં પણ એક વિદ્યા યાદ આવતી નથી.
કુમાર - શંખચૂડ વિદ્યાધર ! તે વિધા ફરીથી મારી પાસેથી ગ્રહણ કર. અને તેની સાધના કરો.
કુમારના કહેવાથી શંખચૂડે કુમાર પાસેથી વિનયપૂર્વક વિદ્યા ગ્રહણ કરી અને સાધના પણ કરી. તરત જ તે વિદ્યાઓ વિદ્યાધરને ફળીભૂત થઈ.
શંખચૂડ કુમારનો ઉપકાર માનવા લાગ્યો. તેના બદલામાં વિદ્યાધરે કુમારને બહુરૂપિણી વિદ્યા ભેટ આપીને ગિરનારની યાત્રાએ ચાલ્યો ગયો.
ત્યારપછી કુમારે ત્યાં તે વિદ્યાની સાધના કરી. આ પ્રમાણે બીજા ખંડની પાંચમી ઢાળ કર્તા પુષે કહી.
– દુહા :
સિંહ અને વળી પાંખર્યો, તિમ લહી વિધા સાર: મલપતો મારો ચલ્યો, એકણપિંડ કુમાર ૧ સાથ લેઇ પરિકર ધણો, મળીયાં એક સાર્થવાહ; પર્વત નિકટ સરોવરે ઊતર્યો ખી ઉછાંહ રા સાર્થપતિ ચિંતાતુરે, બેઠો તંબુ ગેહ; પૂછતાં કહે કુંવરને, છે અમ ચિંતા એહ ા ભીલની પલ્લી ગિરિ વયે, વસતા "સબર અનેક; ભીમ નામે પલ્લીપતિ, લૂંટતો અતિરેક. //૪ ખબર વિના આવી ચડ્યા, હવે કોણ કરવું કાજ ? તે ચિંતા ચિતમાં વસી, Uાં કિમ રહેશે લાજ. પણ કિહાં જાવું કુંવર ભણે, જવું કરણાટક દેશ; નૃપ કહે નિર્ભય થઇ રહો, ન ધરો ભય લવલેશ. છો
મુ
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૦૩