________________
અમે અથવા નૃપ પૂછતે રે, એવમસ્તુ' વદત. એમ શીખાઇ પીછે કત રે, સવિ વાત કહેત ધિ. ૧૭ી. ગુપ્ત ભોજન કરી રાયને રે, તેને જમવાને તે ભૂપ અસલ નહ દેખતે રે, ભયા દિલમેં સંદેહા ધિકૃ. ૧૮ બહુ પરિરસે ભૂપતિ રે, બેઠે ભોજન હેત; અવટે જઇ સતિ માંગતી રે બહુ ભોજન દેત. ધિ. ૧ ચાર ભણે “એવમસ્તુ' તે રે, રજવર્ગ સુરંત; રસવતી ઘરમેંસી લાય કર રે, સબી ભાણે ઠવંત. વિ. ૨ol ભોજન મનગમતા કરી રે, નૃપ બેઠા સચિંત; મંત્રી તણે ઘર સ્વતા રે, જાણું ભોજન દીયંત. ધિ. //ર૧. વસ્ત્ર અલંકાર રાયકું રે, લીયા જે લખ ચાર; ઇ વિસર્જે ભૂપકું રે, તવ પૂછે વિયા, ધિ. //રરી સા ભણે અમ ઘરમાં રહે યક્ષ સ્વતે ચાર; અશાન વસન માંગ્યા દીયે રે, કરુ પુજા ઉત્તર રે. ધિ. // લક્ષ પસાય સતિકું દીયો રે, ગણી બહેન સમાન; રાય ભણે હમ દીજીયે રે, ચાર યક્ષનું હોત. ધિફ. //ર૪ll બોલે સતી તુમ આધીને રે, છે અમ જીવિત પ્રણ; યક્ષ તણી શી વારતા રે, કરુ ભેટ વિહાણ. વિ. રપ ભૂપ ગયે નિજ મંદિરે રે, હુઓ જામ પ્રભાત; ચારે નિકાલ્યાં કૂuસે રે, જળ સ્નાન કરાય. ધિક્ રિકો ચંદન કેસર લેપીને રે, ફૂલ પૂજા વિશેષ; વંશ કરંડે બાંધીને રે, રથ મધ્યે નિવેશ. ધિફ. //ર૭ll વાજિંત્ર ગીત મહોત્સવે રે, રાજદ્વારે ચલંત; સન્મુખ આયે ભૂપતિ રે, નિજ ધર્મો સ્થાપત. ધિફ. રસ્તો નૃપ કહે રસવતી ન કરો રે, ભોજન વેગા યક્ષ; વેળાએ પૂછ માંગતો રે, દીયો ખડૂસ ભક્ષ. ધિ. //રલી બોલતા તે “એવમસ્તુ' તે રે, કુછ દીયા ન ધાન્ય; ભોજન વેળા વહી ગઇ રે, હુઆ ભુખે હેરાત. ધિ. soil
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૩૩૧