________________
પોતાના ભાઈના મૃત્યુથી શ્રીમતી પણ પતિ ઉપર ક્રોધે ભરાણી -રે ચંડાળ ! મારા ભાઈને હણી નાંખ્યો !
એટલું જ બોલીને ઘરના ખૂણામાં પડેલું સાંબેલું લઈને સિંહના માથામાં માર્યું. સાંબેલું વાગતાં જ સિંહ ઢળી પડ્યો. પણ થોડીવારમાં સિંહે નારીને ખગ્નથી હણી નાંખી.
મુનિ સમાધિ લહી કાળધર્મ પામી સૌધર્મ નામે પહેલા દેવલોકમાં ગયો. સાગરોપમનું આયુષ્ય ભોગવી ભરૂચ નગરનો રાજા થયો. દીક્ષા લઈ કેવલ પામી આજે તમારી સામે બેઠો છું.
સિંહ મરીને રત્નપ્રભા નામે પહેલી નરકમાં નારક તરીકે ઉત્પન થયો. તે મુનિના ઘાતથી નરકે ગયો. શ્રીમતી પણ મનુષ્ય (પતિના) નો ઘાત કરવાથી પહેલી નરકે ગઈ. સાગરોપમના આયુષ્યને દશ પ્રકારના વિવિધ છેદન-ભેદન-વેદન આદિ દુઃખો ભોગવવા લાગ્યા. ઋષિ હત્યાથી ઘણું દુઃખ ભોગવ્યું.
આ પ્રમાણે બીજા ખંડની દસમી ઢાળે શ્રી શુભવીરના વચનોને ગ્રહણ ન કર્યા તો અંતે ક્રોધ થકી શ્રીમતી તથા સિંહ ઘણા દુઃખ પામ્યા.
– દુહા
જે મુનિની નિંદા કરે હેલે બહુ કૃતવત; મુનિ હત્યા પાપે કરી, પામે મરણ અનંત. ૧ તેમ અંતે ક્રોધ જ કરે, જાય સમાધિ દૂર; પરમાધામી વશ પડે, પામે લેશ પÇર રો સિંહકુમાર હત્યા થકી, શ્રીમતી ક્રોધે ભરાય, એક જ તફાવાસમાં, સાગર આયુ ખપાય. all જ્ઞાની વિણ કુણ વાતએ, જાણે કરી ઉપકાર; ચંદ્રશેખર શુકને કહે, આગળ કો અધિકાર /૪
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૪૪