SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાધર કન્યા -: દુહા ઃ ભાવાર્થ : ગીચ જંગલમાં સિંહની જેમ ફરતા ચંદ્રકુમારને એક સુંદરીનો ભેટો થયો. વૃક્ષ પરથી ઊતારેલી તલવાર હાથમાં છે. સામે ઊભેલી સુંદરી મૌન કરીને ઊભી છે. આશ્ચર્યને સમાવવા કુમારે બાળાને બોલાવી - હે બાળા ! તું કોણ છે ? તારા દેખાતા દેદાર પરથી લાગે છે કે ઉત્તમ કુળની હશો. તારું નામ ? તારા નગરનું નામ ? વળી તારા માતા-પિતા કોણ ? વૃક્ષની ડાળી પકડી ઊભેલી આ બાળા જવાબ કશો આપતી નથી. ડાળી છોડી દઈને બે હાથ ભેગા કરી નીચે રાખી દીધા. જવાબ ન મળતાં કુમાર વધારે પૂછવા લાગ્યો. હે બાળા ? પૂછયાનો તો જવાબ આપવો જોઈએ. આવા નિર્જનવનમાં સરોવરની પાળે શા માટે ઊભી છે ? આવી યુવાવસ્થામાં, આ વનવૃક્ષ અને કુંજલતાઓની મધ્યે, નિર્ભયપણે ઊભેલી જોઈને, તારી પાસે આવ્યો છું. આ બાળાવેશમાં, વળી યૌવનવયમાં, નિર્ભય થઈને અહીં શા માટે આવી છે ? હું તો વનદેવતા સમજી તારી પાસે આવ્યો ! પણ ના તું વનદેવતા નથી. કેમકે જો તારી ભ્રમર ચક્ષુયુગલ તો ફરકયા કરે છે, જ્યારે તારા પગ જમીનને અડકી રહ્યા છે. માટે તુ કોઈ દેવીદેવતા નથી. તું માનવ કન્યા છે. આ વિશ્વાસથી કહું છું. પૃથ્વી પર વસતી મનુષ્ય જાતિની તું એક છે. બોલ ! હવે તો બોલ ! તું કોણ છે ? સુંદરીએ કુમાર સામે જોયું. પછી બોલી - હે ગુણવાન ! આટલુ બોલતાં તો જાણે કેટલોય ભાર પડ્યો. મહાપુરુષ ! આપની વાત મેં સાંભળી. હું આપને મૂળ થકી બધી જ વાત જે છે કહું તે તમે સાંભળો. હે શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ २८२
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy