________________
સ્ત્રી - મારા સ્વામી લોઢાનો મત્સ્ય બનાવે છે. જે મત્સ્ય આકાશમાં પણ જાય છે. સમુદ્રમાં તળિયે જઈને મણી-મોતી ગળી, પેટમાં ભરીને પાછો પોતાને ઘેર આવી જાય છે. વાત સાંભળી કુમાર તો ઘણો અચંબો પામ્યો.
ગુણસુંદરીની વાત સાંભળી બીજી સ્ત્રી ગર્વ થકી કહેવા લાગી - સુણો પરદેશી ! મારા પતિની શ્રેષ્ઠ એવી વિદ્યા આગળ આ વિદ્યા તો બાળકના ખેલ સરખી છે.
કુમાર - રે બાઈ ! વળી તારા સ્વામી કઈ વિદ્યા જાણે છે?
બીજી સ્ત્રી - મારા સ્વામી મહાન રથકાર છે. મારું નામ રતિસુંદરી છે. મારા સ્વામીનું નામ સુરદેવ છે. જે મહાવિદ્યાનો પારગામી છે. તે લાકડાનો ઘોડો બનાવે છે. જે ઘોડો આકાશમાં યોજનોના યોજનો સુધી ફેરવે છે. સારી દુનિયામાં તમને ફેરવીને, છ મહિનામાં પાછો પોતાના સ્થાને તે આવી જાય છે.
- ઢાળ પાંચમી - (રામચંદ કે બાગ, ચાંપો મોરી રહો રી. એ દેશી.)
(મારગ સન્મુખ નામ.. એ રાગ.) સાંભળી રાજકુમાર, કહે તુમ હોય ભલેરી; તુમ પતિ તે વિજ્ઞાન, જોતાં જોડી મળીરી. વળગી અંગુલી હોય, સમગતિ ચાલો મીરી; જાઓ હસી નિગેહ, એ અમ વાત ગમીરી. //રો ઉક્ત રીતિ ચાલી હોય, પૂઠે કુંવર ચલેરી; લોહકાર ઘર જાત. રવિશેખરને મળેરી. Bll પામી આત્માન, પૂછી વાત સહી રી; તિણ પણ લહી પુણ્યવંત, સાચી વાત કહી રી. //૪ દેખી લક્ષણવંત, રાખે તેહ ઘરે રી; લઇ અમુલખ લોહ, મત્ય સ્વરૂપ કરે રી. પણ પૂછે “અપવર કીધ, નર હોય માવે સહીરી; પવન કીલી હીયે પૂંઠ, શુભક્તિ વેલા લહી રી. છો
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)