________________
જ્યાં આ કાફલો ઊતર્યો હતો તે વડલા વૃક્ષ ઉપર એક હંસનું જોડલું રહેતું હતું. સાર્થવાહની ભકિત મુનિભગવંતના દર્શન આદિ આ હંસયુગલ જોતાં જોતાં મનમાં મલકાતાં આનંદ પામતાં, અનુમોદના કરતાં હતાં. શુભ પુણ્યના ભાગીદાર રૂપ આ યુગલ બન્યું.
સંસારના જીવો પોતાના પુણ્ય થકી મળેલ સાધન સામગ્રીમાં આનંદથી જીવે છે. ક્રમાનુસારે પુણ્ય પછી પાપનો ઉદય થાય છે. અને પુણ્યનો ઉદય થાય તો સુખ અનુભવે છે. આ હંસયુગલનો પણ સંસાર હતો. તે હંસીને નજીકના સમયમાં પ્રસવ થવાની સંભાવના હતી. તેથી હંસે વડલાની ડાળીએ માળો બાંધવા માંડ્યો. હંસ અને હંસી માળામાં સુખેથી રહેવા લાગ્યા. હંસીએ બે બચ્ચાને (ઈડા) ને જન્મ આપ્યો. હંસી ઇંડાને સેવતાં હંસ પણ સહાયક બની તે બંને મોટા થવા લાગ્યા. હંસ હંસી ચણ લાવી લાવીને બંને બચ્ચાનું પોષણ કરવા લાગ્યા. હંસયુગલની વચ્ચે અતિશય પ્રેમ હતો. બે બચ્ચા થતાં વળી ઉભય વચ્ચે ઘણો રાગ વધ્યો. બંને જણા વારા ફરતી ચણ-પાણી લેવા જાય. એક જણ તો બચ્ચા પાસે હોય. રખેને બચ્ચાને કોઈ લઈ જાય. વા માળામાંથી પડી જાય. હજુ બચ્ચાંને પાંખ આવી નહોતી. પ્રેમથી બંનેનું જતન કરતાં હતાં.
'
S
in: DJ
ચંપકવનમાં વૃક્ષની ડાળે હંસ-હંસલી બંને બાળકોનું જતન કરે છે. અચાનક આ જંગલમાં દાવાનલ લાગ્યો. આ દાવાનલ જંગલના ઝાડ-પાન આદિને બાળી નાખતો વધવા લાગ્યો. સ્વતંત્ર પક્ષીઓ આ દાવાનલથી ભયભીત થઈ જ્યાં ત્યાં ઊડી ગયાં. પણ આ પક્ષીયુગલ પોતાના બચ્ચાં નાના હતાં, તેથી લઈને કયાંયે ન જઈ શકયાં. સંતાન પ્રેમથી ત્યાં જ રહ્યાં. દાવાનલ સળગતો નજીક આવવા લાગ્યો. દાવાનલની જવાળાઓએ તાપ વધારી દીધો. તાપથી વ્યાકુળ થયેલા તે પાણી માટે તરફડવા લાગ્યા. ચારેકોર અગ્નિથી વિંટળાઈ ગયેલા આ યુગલ કરે પણ શું? છતાં અતિશય પ્રેમના કારણે હંસીએ સ્વામીને કહ્યું - હે સ્વામિ! બચ્ચાંને સાચવું છું. તરસ્યા મારા બાળ માટે તમે પાણી લઈ આવો. પત્ની પ્રેમથી ખેંચાઈ પતિહંસ અગ્નિની પરવા કર્યા વિના પાણી માટે રવાના થયો. સરોવર તીરે પહોંચી ચાંચમાં પાણી ભરીને આવી રહ્યો હતો.
થી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૮૭
પણ જાણે તા)