________________
પરમાત્માએ ધર્મના ચાર પ્રકાર બતાવ્યા છે. દાન-શીલતા અને ભાવના. તે ચારેયના મૂળમાં સમકિત હોય અને તે સમકિતયુકત બાર વ્રતને ધારણ કરતાં, જો દાન-શીલ તપ અને ભાવના રૂપ ચારેય પ્રકારના ધર્મને આદરપૂર્વક આદરે તો મહાસુખ મેળવી શકે છે. તેમાં જો મન, વચન, કાયના યોગ સાથે સેવા કરે તો સ્વર્ગને મેળવે છે.
દાનાદિક ધર્મ સાથે સાથે ગુરુભકિત કરતાં થકાં પ્રાણી સુખ સાથે વિશાળ સંપત્તિ પામે છે.દાન, શીલ આદિ ધર્મને કરતાં ચિત્રસેન અને પદ્માવતી એ શિવસુંદરીની વરમાળા પહેરી.
ગુરુમુખે દાનાદિ ધર્મને સમજતાં, કુમારે બે હાથ જોડી પૂછયું કે, હે ગુરુ ભગવંત! તે પુણ્યશાળી ચિત્રસેન અને પદ્માવતી કોણ? કૃપા કરીને અમને કહો.”
ગુરુ કહે, “હે મહાપુણ્યશાળી” ! સાંભળો. આ ભરતક્ષેત્રમાં કલિંગ નામનો દેશ છે. તેમાં વસંતપુર નામે પાટનગર હતું. તે નગરીનો વીરસેન નામે રાજા હતો. આ રાજા સદાચારી પ્રજાવત્સલ ન્યાયવાન, ગુણવાન આદિ ગુણોથી શોભતો હતો. તેને રત્નમાલા નામે રાણી હતી.રાણી શીલવતી-સદાચારી, રૂપવતી, ગુણવતી હતી. વળી આ રાજાને પરિવારમાં એક જ પુત્ર હતો. તેનું નામ હતું ચિત્રસેન.
પિતાના ગુણો પુત્રમાં હતા. તે કરતાં પણ તેનામાં વધારે ગુણો હતા. રાજકુમાર મોટો દાનવીર અને દયાળુ હતો.રાજાને બુદ્ધિસાગર નામે મહાન બુદ્ધિશાળી મહામંત્રી હતો. મંત્રી વિવેક-વિનયી, ન્યાયવાન મહાન બુદ્ધિવંત હતો. રાજાના રાજ્ય દરબારમાં રાજકારણમાં મહા ધુરંધર હતો. તે પ્રધાનને ગુણમાળા નામે ગુણવાન પત્ની હતી. મંત્રીશ્વરને પણ સંસારમાં એક પુત્ર રત્ન પ્રાપ્ત થયું. તે પુત્રનું નામ રત્નસાર હતું. નામ પ્રમાણે ગુણને ગ્રહણ કરતો મંત્રીપુત્ર ઘણાં શાસ્ત્રોનો જાણકાર હતો. વળી શીલવાન, સત્યવાન તથા વિનય વિવેકયુકત
હતો.
રાજકુમાર ચિત્રસેન તથા મંત્રીપુત્ર રત્નસાર બંને વયથી સરખા હતા. સાથે ભણીને તૈયાર થયેલા. બંનેને દોસ્તી સારી હતી. એકબીજા પ્રત્યે મૈત્રીદાયે પ્રીતિ ગાઢ બની. દિનપ્રતિદિન પ્રીતિમાં વધારો થતો. એકબીજા વિના રહી શકતા ન હતા.
રાજપુત્ર સ્વભાવથી જરા ટીખળી હતા, જ્યારે મંત્રીપુત્ર ગંભીર હતા. વય નાનીએ નગરીની શેરીઓમાં રમતા કુમાર કયારેક તોફાન અને અટકચાળા પણ કરતા. મંત્રીપુત્ર તેમ ન કરવા માટે વારતા. રાજપુત્ર સમજી વધારે ન કહેતા. જેમ જેમ યૌવનમાં પ્રવેશ થતો ગયો તેમ તેમ આ તોફાનોએ ઘેરો ઘાલ્યો. જેની જેની ટીખળ કરતા તે બિચારા મુંગે મોંએ સહન કરતા હતા. રાજાના લાડકવાયા રાજપુત્રને કોઈ કાંઈ જ કહી શકતા ન હતા. નિરંકુશપણે નગરમાં ફરતો કુમાર હવે તો નગરની સ્ત્રીઓને પણ રસ્તામાં જતાં આવતાં સતાવવા લાગ્યો. રત્નસાર આ માટે ઘણું વારતો.. પણ માને તો ને?
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૬૫
થી પૈદ્યોષા reો શા) -