________________
– દુહા :
ભાવાર્થ:
યક્ષના મંદિરના ઓટલે બેઠેલા ત્રણેય મિત્રો આરામ કરતાં અલકમલકની વાતો કરે છે.
આ તરફ ગામમાંથી ગામલોકો હાથમાં શ્રીફળ અશન-વચન-નૈવેદ્ય વગેરે લઈને જતાં હતાં. તે જોવામાં આવ્યા. એક નરને પૂછયું - હે નગરજન! નગરજનો બધા કયાં જઈ રહ્યા છે?
નગરજન - હે પરદેશી ! અહીંયાં કિંચૂકવન (કમળવનમાં) એક યોગિણી આવ્યા છે. મહાતપસ્વી છે. રૂપવતીને મહાસતી નવયૌવના ને મહાજ્ઞાની છે. જેનું નામ યશોમતી છે. તે યોગિણીને અવધિજ્ઞાન થયેલ છે. અવધિનાણી યશોમતી યોગિણીના સહુ દર્શન અને વંદન કરવા જાય છે. ભકિતભાવથી જતા લોકો પોતાના સંસારની આપત્તિઓ શંકાઓ પૂછી સૌ હળવાશ અનુભવે છે.
ગામને પાદરે યોગિણિ અને બંને મિત્રો સાથે રાજકુમાર ચંદ્રશેખર.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૩