________________
તે સાંભળી, કુમાર બંને મિત્રો સાથે યશોમતી યોગિણી પાસે આવ્યા. યોગિણીનો પ્રભાવ જોઈને કુમાર હાથ જોડી, નમસ્કાર કરી, યોગ્ય સ્થાને, યોગિણીની સામે બેઠા. યોગિણીને જોવામાં ને જોવામાં મન પણ આનંદ અનુભવવા લાગ્યું.
કુમારે પૂછયું - હે યોગિણીદેવી! આપ યૌવનવયમાં તેજથી આટલા બધા ઝળકી રહ્યા છો. તમારો દેહ પણ ઉત્તમલક્ષણવંતો દેખાય છે. તો આ નાની વયમાં આવો સંન્યાસનો વેષ લઈને આ શરીરને શા માટે તપો છો? બીજો પણ સંદેહ છે.
યશોમતી - હે પરદેશી રાજકુમાર ! અમારા વૈરાગ્યના કારણો જવાબ સાંભળતાં તમારા દિલમાં ખેદ ઉત્પન થશે.
કુમાર - હે માતા ! એ સઘળી વાત કહો. મારે સાંભળવી છે. કદાચ એ વાત સાંભળતાં અમને ખેદ થશે તો તમારા વચનથી અમને શાંત કરજો. અમને સાંત્વન આપશો. તેથી કરીને અમને સાતા પણ થઈ જશે.
-: ઢાળ બીજી:(સોના રુપા કે સોગઠે સાંઈયાં ખેલત બાજીએ દેશી.) જોગણ કહે સુણ રાજવી ! સંસાર અટાર અટારે; મોહે મૂંઝયા માનવી. ગુરુવાણી ન ધાટે.મો. ગુરુવાણીથી વેગળા, સો તણાં કાવે; ૧// તપ જપ સાધન ધર્મનાં, ફળ તે જ હુ પાવે.ત. સૌવીર નામે દેશ છે, સુભગાપરી વાસી; પર ચિત્રસેન રાજા બળી, દૂર કોશ હે વ્યાસી.યિ. તિનકું સણી આઠ હૈ, યશોમતી અળગેરી; વિનય કુશળ એક પુત્ર છે, તોય બેટી ભલેરી...વિ. નૃપ સાથે લીલા કરે, તે સાતે રાણી; નિશ રાયે માની સો રાણીઓ, જી ભરે પાણી..રાયે. લઘુરાણી નિજમંત્રેિ, રહેતી ભરશોકે; પણ માત વિહૂણી લોકમે, નહિ લિંદ વિયોગે..માત.
all
Ill
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)