SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ છતાં મહેલ જોવામાં થાકયો ન હતો. તેવામાં મહેલની અટારીએ કોઈ બાળા આવી, અને પીળી ધ્વજ લહેરાવી ગઈ. દૂરથી કુમારે જોયું. બાળા કોણ હતી; તે ન ઓળખાઈ, પણ પીળી ધ્વજા ફરકતી જોઈ સમજી ગયો કે તે બધી બાળાઓ હાલમાં ભાઈના મૃત્યુથી શોકવાળી હશે. તેથી વિરક્ત થતાં ધ્વજા પીળી ફરકાવી અને તે જ ક્ષણે કુમાર બીજી દિશા તરફ વેગથી ચાલવા લાગ્યો. ગીચવનમાં પ્રવેશ્યો. કેસરીસિંહની જેમ નિર્ભયપણે કુમાર તો ચાલ્યો જાય છે. સુધાને સમાવવા વનફળ આરોગી લે છે. તૃષા છીપાવવા નદી ઝરણાં કે સરોવર જો માર્ગમાં આવે તો પાણી પી લે છે. કેટલાય દિવસો બાદ આ વન ઓળંગી છુટા મેદાનમાં આવ્યો. વળી આગળ ચાલ્યો. ચાલતો કુમાર ઘણી દૂર એવી દવાટવી નામના જંગલમાં પહોંચ્યો. વનમળે જતાં કુમારે નિર્મળ જળથી ભરેલુ કમળોથી શોભતું સુંદર મોટુ સરોવર જોયું. જળપાન કરીને શ્રમિત થયેલો કુમાર સરોવરની પાળે તિલક નામના વૃક્ષ હેઠે આરામ કરવા આડે પડખે થયો. મંદ મંદ શીતળ પવન, સરોવરથી આવતો હતો. શ્રમિત કુમાર ઊંઘી ગયો. પુણ્યવંત મહાપુરુષની પુણ્યાઈની વાત જ શી કરવી? નિરાંતે નિદ્રા લઈ રહ્યો છે. કહ્યું છે કે પુણ્યરૂપી મિત્ર જેનો જાગતો હોય તેવા પુણ્યવાન ભાગ્યશાળીઓનો કોઈ વાળ વાંકો કરી શકતું નથી. પછી તે ભાગ્યવાન ચાહે જંગલમાં હોય કે રણમાં હોય, પર્વત પર હોય કે પર્વતની ગુફામાં હોય, સમુદ્રમાં હોય કે જમીન ઉપર હોય, પણ તેનું કોઈ અનિષ્ટ કરી શકતું નથી. જ્યાં જાય ત્યાં તે પોતાના મનોરથોને પૂરા કરે છે. -: ઢાળ-૧૩ : (હવે સુબાહુ કુમાર એમ વિનવે... એ રાગ..) જીરે જાગ્યો કુંવર જિત્યે તા, જીરે દેખી ઋદ્ધિ વિશાળ; જીરે હલ્ય ગય સુભટ મળ્યા ઘણા, જીરે બોલે વયત રસાળ... જીરે પુણ્ય કરો જગ પ્રાણીયા.. એ આંકણી. /all જીરે પુણ્ય કરો જગ પ્રાણીયા, જીરે પુણ્ય રદ્ધિ દૂર, જીરે મનોવાંછિત મેળા મળે, અરે પુષ્ય સુખ ભરપૂર. જીરે . /રા જીરે કરત પટાવત વિતતિ, જીરે વૈતાઢ્ય રહેઠાણ; જીરે કુસુમપુરી વિમળાપુરી, જીરે અલકાપુરી સમજાણજીરે . ll જીરે રત્ન કનક યુલ બાંધવા, જીરે સજય કરે વર નિત્ય; જીરે શ્રીમતી વીમતી પટપિયા, જીરે અવર પિયા ઘણી પ્રીત. જીરે (૪ll (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૨૯o
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy