SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ સાચો સન્યાસ તાપસમુનિને વંદન-નમન કરી સૌ પોતપોતાના ઉચિત સ્થાને બેઠા. ગોવિંદજી તાપસે સૌને આશીર્વાદ આપ્યાં. સૌની ઉપદેશ સાંભળવાની જિજ્ઞાસા જોઈ ગોવિંદજી દેશના આપવા લાગ્યાં. સંસારની અસારતા સમજાવતાં કંઈક જીવો ધર્મ પામ્યાં. રાજા પ્રધાન તો વૈરાગી થઈને જ આવ્યા હતા. તેજીને ટકોરાની જરૂર હતી. ટકોર થતાં વધુ વિરકત બન્યાઃ રાજગાદીએ પુત્રને બેસાડી રાજા તથા મંત્રી વીરસેને તાપસી દીક્ષા લેવા તૈયાર થયા. પટ્ટરાણી પણ મુનિના ઉપદેશથી વૈરાગ્ય પામી. સ્વામી સાથે જ દીક્ષા લેવા તૈયાર થયા. ગોવિંદજી પાસે સૂર્યકાન્ત રાજા તથા મિત્ર મંત્રીશ્વર વીરસેન તેમજ પટ્ટરાણી વગેરે તાપસી દીક્ષા અંગીકાર કરી. પટ્ટરાણી ગર્ભવતી હતી. દીક્ષા લેવાના ભાવે આ વાત છૂપી રાખી. જો વાત કરે તો દીક્ષા કોઈ ન આપે. તે કારણે આ વાત છૂપી રાખી હતી. પણ ક્યાં સુધી છૂપું રહી શકે. દિવસો પર દિવસો જવા લાગ્યા. ગર્ભ ધીમે ધીમે વધવા લાગ્યો. ગોવિંદજટીએ સૂર્યકાન્ત રાજાનું નામ બદલી તાપસ સોવનજી રાખ્યું. તાપસ આશ્રમમાં આ નવા ત્રણ તાપસો બીજા તાપસો સાથે રહી મિથ્યાધર્મની આરાધના કરવા લાગ્યાં. અજ્ઞાન તપ પણ કરવા લાગ્યા. પાંચસો તાપસો ભેગા વસતાં હતાં. સોવનજી તાપસ, વિરસેન તાપસ વગેરે આ વનમાં રહેલા તાપસ આશ્રમમાં આવી વસ્યા છે. રાણીનો ગર્ભ વધતાં રાણીનું શરીર પણ વિકસવા લાગ્યું. મુખ્ય તાપસ ગોવિંદજટીએ રાણીને પૂછ્યું. રાણીએ સઘળી વાત સાચી કહી દીધી. વાત સાંભળી સઘળા તાપસમુનિઓ હરખાયા. પૂરા માસ થયે છતે તાપસઆશ્રમમાં શુભ દિવસે શુભ લગ્ને રાણીએ પુત્રીરત્નને જન્મ આપ્યો. નવજાત પુત્રી સાક્ષાત્ ઈન્દ્રાણી સરખી દેદીપ્યમાન દીપતી હતી. આશ્રમમાં વસતી તાપસી કન્યાઓ અને સ્ત્રીઓ વડે લાલન-પાલન થવા લાગ્યું. તે સારાં લક્ષણોથી લક્ષિત ગોવિંદજીએ તાપસ કન્યાનું નામ કનકવતી આપ્યું. ગુરૂકુળવાસમાં નાના મોટા તાપસ વચ્ચે રમતી આ બાળાનો ઉછેર થવા લાગ્યો. સમયને જતાં શી વાર લાગે? વધતી બાળા આઠ વર્ષની થઈ. ત્યારે બુધ્ધિમાં ખરેખર સરસ્વતી જેવી શોભતી હતી. તાપસ પિતાએ બાળ ઉછેરમાં સંસ્કારનાં બીજ વાવ્યાં. બુધ્ધિશાળી બાળાને ૬૪ કળા શીખવે છે. પિતા સાક્ષીભૂત જ બની રહેતા. પૂર્વના ક્ષયોપશમ થકી બાળા કનકવતીએ ૬૪ કળા આત્મસાત્ કરી. ૧૬ વર્ષના બારણે આવી ઊભી. અતિસ્નેહથી તાપસપિતા સોવનજી કનકવતીનું જતન કરતા હતા. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) Gી પપા જાણો ) ૪60
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy