________________
77:7:**.
ગ્રામ વળાંતર જોઇ વળ્યાં, સાંઢ ચડી એક રાતમાં,
ન હું
જડી શુદ્ધિ આવ્યો છું
કાંહિ; આંહિ. ૧all
૧-નવો જન્મ
મૃગસુંદરીનું અપહરણ
-: દુહા - ભાવાર્થ:
મહાસતી પદ્માવતીના કરસ્પર્શથી મિત્ર રત્નસાર પાષાણ મટી માનવ બન્યો. મિત્ર પ્રાપ્ત થતાં ચિત્રસેન રાજાને ઘણો જ આનંદ થયો. પટ્ટરાણી તથા મિત્ર ઉપર વિશ્વાસ, અતિવિશ્વાસ બેસી ગયો. પોતાની ભૂલ સમજાઈ. પોતાના મિત્રનો ભેટો થઈ ગયો. હર્ષનો પાર નથી.
| નવા અવતારે આવેલા મુખ્યમંત્રીના નિમિત્તથી નગરજનોએ જિનેન્દ્ર ભકિત મહોત્સવ મંડાવ્યો. ચિત્રસેન રાજા રાજદરબારેથી ગરીબોને દાન આપવા લાગ્યા. નગરજનો જિનમંદિરે અઠ્ઠાઈ મહોત્સવ કરતાં હતાં, રત્નસાર મંત્રી પણ મિત્ર ચિત્રસેન રાજા સાથે રહીને ધર્મારાધનમાં આગળ વધવા લાગ્યા. ચિત્રસેન પદ્માવતી અને રત્નસાર ત્રણેય દિન પ્રતિદિન ધર્મધ્યાનમાં આગળ વધવા લાગ્યાં. રાજ્યની ધૂરાને વહન કરતાં રાજાની રૈયત પણ જૈનધર્મને અનુસરવા લાગી રાજાની જ્યાં જ્યાં આણ ફરતી હતી, ત્યાં ત્યાં જિન ધર્મની લ્હાણી રૂપે સૌ લૂંટવા લાગ્યા.
આ ધર્મત્રિપુટી તીર્થયાત્રા સાથે કરવા લાગ્યાં. જ્યાં જ્યાં ગુરુ ભગવંતનો યોગ પ્રાપ્ત થાય, ત્યાં ત્યાં વંદન દર્શન સાથે, ધર્મદેશનાને સાંભળતાં હતાં. ખરેખર ! સંસારને અસાર જાણતાં ભવ્યાત્માઓ જિન શાસન પામતાં આરાધતાં મુકિત મંદિરમાં જાય છે.
ચિત્રસેન રત્નસાર સાથે ધર્મને આરાધતાં રાજ્યલીલાને ભોગવતાં કેટલો કાળ વીતાવ્યો. ધર્મમાં જોડાયેલા ત્રણેય પુણ્યાત્માના હૈયાં વૈરાગ્યના રંગે ચઢ્યાં. તપ ત્યાગને આરાધવામાં તત્પર બનેલા રાજાનું મન સંસારથી ઉધ્વિજ્ઞ થતાં રત્નસાર પણ સંસાર સુખોથી વિરામ પામતાં, દ્રઢ વૈરાગી બન્યા.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૬