________________
ગગને ગયાં ઘડી એકમાં રે, યશોમતી યોગીણી પાસ; વંદી નમી પૂછત સા કહે રે, મા કરો ચિત ઉદાસ. વિ. /૧૦ મનોવેગ વિધાધર રે, વિધા સાધન હેત; નારી પદ્મિની ખોળતો રે, ઠામ ઠામ ધરી નેહ. વિ. //l. તુજ નારી લહી પદ્મિની રે, હરીને ગયો હિમવંત; અદ્ધિ ગુફામાંહે જઇ ઠવી રે, કહે તસ તિજ વૃતંત. વિ. ૧રી. સાંભળ! નારી નિર્ભય થઇ રે સાધવી વિધા હોય; તગત થઇ સન્મુખ રહો રે, જેમ અમ સિદ્ધ હોય. વિ. ૧all અમોધ બાણને મોહની રે સિદ્ધ થશે તિ બાર; પટ્ટરાણી તુજને કરી?, વિલસીશુ સંસાર. વિ. /૧૪ સુણી મૃગસુંદરી માસતી રે, પામી ચિત કુલેશ; ખેટને સા એમ ઉચ્ચરે રે, વૈર્ય ધરી અવિશેષ. વિ. /૧૫ લાવો માતા સહોરી રે. તગત કરી એણે થાય; વિધા સાધી કરો રાણીઓ રે, સહજ મેળાવા થાય. વિ. ||૧છો. ફણીધરનો મણી કોણ લીએ રે, અગ્નિને વાલે હાથ ? કેસરી, કેસર કુણ ગ્રહે રે?, હું રે સતી છું સનાથ. વિ. // હાલો વિદેશે નહીં વેગળો રે, હરિ સમ મુજ ભરતા; તુજ સરીખા હરણાં ફરે રે, લંપટીને ધિક્કાર. વિ. /૧૮ પરમેષ્ઠિમંત્ર મહાબળી રે, પાઠ સિદ્ધ મુજ પાસ, જ્ઞાની ગુરુજી પાસે લીયો રે, જેથી શત્રુ વિનાશ. વિ. /૧ જો મુજ સાથે તું બળ કરે છે, તો સતી કરે શાપ, બાળી ભસ્મ ક્ષણમાં કહ્યું કે, રોશે પ્રિયા મા બાપ.. વિ. Roll ખેટ સુણીને ક્રોધે ચડી રે બહલી દેખાવે ભીત, પણ સા નિશ્ચય થઇ રહી રે, રાખી કુલવટ રીત.. વિ. ૨ll યોગિણીનાં વયણાં સુણી રે, ચાલ્યો ચંદ્રકુમાર, પલકમાંહે ગુફા પામીયો રે, તવ દીઠી નિજ નાર. વિ. //રચી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
२६४