________________
આનંદ વર્તાયો.
હવે રાજકીરે કુમાર તથા પઘરાજાની રજા લઈને પોતાના રાજાને મળવાને સમાચાર આપવા ભરૂચ નગરે જવા વિદાય લીધી.
પોપટ ભૃગુરાજાની પાસે પહોંચી ગયો. પોપટને જોતાં જ રાજા ઘણો હર્ષ પામ્યો. રાજકુંવરી મદનસુંદરીને સમાચાર મળતાં પિતા પાસે પોપટને મળવા દોડી આવી. રાજકીરે બધી જ વાત જણાવી. જે વાત સાંભળી સૌ આનંદ પામ્યાં.
ભૃગુરાજા, મદનસુંદરી, પોપટ તથા બીજો ઘણો પરિવાર સાથે લઈ પદ્મપુર નગરે આવ્યો. પદ્મરાજાએ ભૃગુરાજાનું ઘણા આનંદથી સામૈયું કર્યું. ત્યારપછી બંને રાજાએ મોટા મહોત્સવપૂર્વક બંને રાજસુતાનાં લગ્ન કુમાર સાથે કર્યા.
શSS
15
પદ્મપુર નગરમાં રાજકુમારના, મૃગસુંદરી અને મદનસુંદરી સાથે લગ્ન.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૫૭