SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ સતીના શબ્દો સાંભળતા જ મનોવેગ ક્રોધથી ધમધમી ઊઠયો. રે! સ્ત્રી ! તારી જીભ સંભાળી બોલ! સુંદરી -રે પિશાચ! નાગને માથેથી મણિ કોણ લઈ શકે? ભડભડતા અગ્નિમાં હાથ કોણ ઘાલે? જંગલના રાજા સિંહની કેશવાળી કોણ ગ્રહણ કરે? કોઈની તાકાત નથી કે મણિ ગ્રહણ કરે. અગ્નિમાં હાથ ઘાલે. કેશવાળી ઊતારી શકે. તેવીજ રીતે સતી તારા હાથમાં નહિ આવે. સનાથ એવી હું સતી છું. મારે માથે મારો સ્વામી છે. તું શું સમજે છે? વિદ્યાધર - રે! નારિ ! તારા વચનોથી આ મનોવેગ ડરતો નથી. હું જ તને નગ્ન બનાવીને મારી વિદ્યા સિદ્ધ કરીશ. મૃગસુંદરી - રે! કપૂત ! આ જગતમાં કોઈ માઈનો પૂત જોયો નથી કે જેણે સતીનાં જીવતાં તેના શિયળને ખંડિત કર્યું હોય? મારો સ્વામી વિદેશ વેગળો નથી. સિંહ સરખો મારો સ્વામી છે. તું તો હરણિયા સરખો છે. તે સ્ત્રીલંપટ ! તને ધિક્કાર હો. મનોવેગ બોલ્યો - હે સુંદરી! ઘણુ બોલવાથી શું? તું કયાં છે ? તે ખબર છે? તારો સ્વામી આવી શકે તેમ નથી. હું વિદ્યાધર છું. તું તારી મેળે સમજી મને આધીન થા, નહિ તો વિદ્યાબળથી હું તારી પાસે કામ લઈશ. મૃગસુંદરી - હે નરપિશાચ! તું પણ સાંભળ! જ્ઞાની ગુરુભગવંત પાસેથી પંચપરમેષ્ઠી મહામંત્ર લીધો છે. નિયમિત તે મંત્રના જાપથી મને મંત્રપાઠ સિદ્ધ થયો છે. તેની સહાયથી તારો વિનાશ થશે. વળી જો તું મારી ઉપર બળજબરી કરીશ તો, હું તને શાપ આપીશ. જે શાપથી તું ક્ષણમાત્રમાં બળીને ભસ્મીભૂત થઈ જઈશ. જે તારા મરવાથી તારી પત્ની માતા ને પિતા જિંદગીભર રોયા કરશે. આ સાંભળી મનોવેગ ઘણો ક્રોધે ભરાયો છતાં, ઘણા પ્રકારની બીક બતાવવા લાગ્યો. પણ સતી મૃગસુંદરી જરાયે ડરતી નથી. નિશ્ચલ મનની થઈને, તેની સામે ટગર ટગર જોતી મનમાં નવકારને ગણતી ઘીરજને ધરતી ઊભી છે. જ્યારે આ તરફ યોગિણીની વાત સાંભળી, યોગિણીને નમસ્કાર કરી, રજા લઈને ચંદ્રકુમાર ચાલ્યો. વિદ્યાને સંભાળી આકાશમાર્ગે જ કુમાર હિમવંત પર્વતની ગુફામાં આવી પહોંચ્યો. ગુફામાં પોતાની પત્ની મૃગસુંદરીને જોતાં જ સિંહ ગર્જનાએ ખેચર સામે પડકાર કર્યો રે ! રે! પાપી ! પરસ્ત્રીનું અપહરણ • કરનાર? તારી ઉપર તારો ભગવાન હવે તો રોષાયમાન થયા છે. તારું રક્ષણ કરનાર હવે કોઈ નથી. મનોવેગ તો કુમારને જોતાં જ સ્તબ્ધ થઈ ગયો. આ સ્થળે ભૂચર મનુષ્ય આવ્યો કયાંથી? પળનોય હિ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ધંટ્રોપર સત્તાનો દા) २६८
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy