________________
હે યોગીરાજ ! યોગી થઈને શા માટે લડો છો ? ક્લેશ-કંકાશ-ઝઘડા તો સંસારમાં છે. આ ભવપરભવની બરબાદી કરનારા છે. મારી વાત સાંભળો. કલહ-કજીયો એ તો જીવોનો મોટો રોગ કહેવાય છે. આ કલહકાળનો કામળો સંસારી પાસે હોય છે. આવા ક્લેશયુક્ત સંસારી જીવો છે. સારો સંસાર કંકાસથી ભરેલો છે. તે ક્લેશ રૂપી મહારોગને ટાળવા આપ સૌ સંસારનો ત્યાગ કરી યોગી બન્યા. તે યોગથી આપનો ભવનિસ્તાર થશે. ક્લેશ રહિત તો યોગીઓ કહેવાય છે.
હે સંન્યાસી મહાત્માઓ ! આપને જગતના કોઈપણ પદાર્થની સ્પૃહા નથી. તો મેળવવાની આશા હોય જ ક્યાંથી ! સારોય સંસાર છોડી વનવાસ વસો છો. સંસારના વિષયો છોડી દીધા. ભૌતિક ભોગોને પણ તજી દીધા. આવો મઝાનો યોગ લીધો. આત્મકલ્યાણની કેડી ચાલ્યા જતા હે યોગીમુનિઓ ! આપ શા માટે ઝઘડી રહ્યા છો ? શું આપને મોટા મોટા રાજ્યો વહેંચવાના છે ખરા ? સાચી વાત કરો. હૃદયમાં કોઈ વાત છૂપાવતા
નહિ. જે હોય તે કહો.
ا
જંગલમાં લડતાં આઠ ધૂર્તયોગી. સામે અગ્નિકુંડ. મુંડન કરેલી, ચંદનથી લેપાયેલી આઠ બાળાઓ. આકાશમાર્ગે જતા ચંદ્રકુમાર અને કનકવતી. વિમાન નીચે ઊતારતાં ચંદ્રકુમાર.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૪૭