________________
હતું. એની પ્રતીતિ એમણે રચેલી પૂજામાં સરળ રીતે ગુંથેલા આગમના ગહન ભાવો તથા સંસ્કૃતમાં રચેલો 'પ્રશ્ન ચિંતામણી' ગ્રંથ તથા અધ્યાત્મસાર ઉપરનો બાલાવબોધ જોતાં થયા સિવાય નહિ જ રહે.
એમણે રચેલા સાહિત્યની વર્ષવાર યાદી આ પ્રમાણે મળે છે. આ યાદી સિવાયની બીજી કૃતિઓની રચના પણ તેઓએ કરી જ છે. આ બધું વાંચતાં સાંભળતાં તેઓના ચરણોમાં મસ્તક આપોઆપ ઝૂકી ગયા સિવાય રહેતું નથી. (૧) સુર સુંદરી રાસ (સં.૧૮૫૭) (૨) અષ્ટપ્રકારી પૂજા (સં.-૧૮૫૮) (૩) નેમિનાથ વિવાહલો, રહસંમિ રાજમની બારમાસ (૧૮૬૦) (૪) શુભવેલી (સં.૧૮૬૦) (૫) સ્થલમિદ્ર શીયલવલ (સ.-૧૮૬૨), (૬) દશાણભદ્ર સજઝાય ઢાળ-પ (સ.-૧૮૬૩) (૭) વીર સ્તવન-કણિક સામૈયું (સં.-૧૮૬૪) (૮) ત્રણ ચોમાસી દેવવંદન (સં.-૧૮૫) (૯) અક્ષય નિધિ તપ સ્તવન (સં.-૧૮૭૧) (૧૦) ચોસઠ પ્રકારી પૂજા (સં.૧૮૭૪) (૧૧) પીસ્તાલીસ આગમની અષ્ટ પ્રકારી પૂજા (સં. ૧૮૮૧) (૧૨) નવ્વાણું પ્રકારી પૂજા (સં. ૧૮૮૪) (૧૩) બાર વ્રતની પૂજા (સં.૧૮૮૭). (૧૪) ભાયખલા ઋષભદેવ સ્તવન (સં.૧૮૮૮) (૧૫) પંચ કલ્યાણક પૂજા (સં.-૧૮૮૯) (૧૬) અંજન સલાકા સ્તવન-મોતીશાના ઢાળીયા (સં.-૧૮૯૩) (૧૩) ધમ્મિલકુમાર રાસ (સં.૧૮૯૬) (૧૮) હિત શિખામણ સ્વાધ્યાય (સં.-૧૮૯૮) (૧૯) મહાવીર સ્વામીનું ૨૭ ભવનું સ્તવન (સં.૧૯૦૧) (૨૦) ચંદ્રશેખર રાજાનો રાસ (સં.૧૯૦૨) (૨૧) હઠીસિંહ અંજન શલાકાનાં ઢાળીયાં (સં.૧૯૦૩) (૨૨) સિધ્ધાચલ-ગિરનાર સંઘ સ્તવન (સં. ૧૯૦૫) (૨૩) સંઘવણ હરકુંવર સિધ્ધક્ષેત્ર સ્તવન (સં. ૧૯૦૮)
- આ યાદી તો સામાન્ય છે. બાકી તો તેઓની રચના તો પ્રતિદિન ચાલતી જ રહેતી હશે. આ યાદીમાં તાં બબ્બે. ત્રણ-ત્રણ વર્ષનો વચ્ચે ગાળો આવે છે. કદી એમના જેવા માટે એવું તો બનવું સંભવિત જ ન ગણાય. વળી બીજી ઘણી રચનાઓ હશે. જે રચનામાં સંવતનો ઉલ્લેખ મળે છે તેને જ કમસર યાદીમાં અત્રે મૂકવામાં આવેલ છે.
- વિવેચન સહિત આ ચાર ખંડમય રાસના ૫૪૪ પાના જેવું વિશાળકાય કદ જોયા પછી મનમાં એવો પણ વિચાર થઈ આવ્યો કે આ સમસ્ત રામના વિવેચનના બદલે વિષમ-સ્થળ વિવેચન કરવામાં આવ્યું હોત તો પણ સારું જ ગણાત. પણ હવે જ્યારે વિવેચન સહિતનું આ પ્રકાશન ઘણા પરિશ્રમ તથા વિપુલ અર્થ દ્રય દ્વારા પ્રકાશિત થઈ જ રહ્યાં છે. ત્યારે આ અદ્દભુત કાવ્યકૃતિને આનંદથી વધાવીએ અને મંગલ કામના કરીએ કે અર્થી કે અર્થી આત્માઓ આનો યથાયોગ્ય ઉપયોગ કરી સૌના શ્રમને સાર્થક કરે.
એજ, શ્રી દેવગુરુ ક્રમાન્જસેવી
વિજય હેમચન્દ્રસૂરિ વિ.સ. ૨૦૦
દેવકી નન્દન જૈન ઉપાશ્રય, ફાગણ સુદ-૭
અમદાવાદ-૩૮૦ ૦૧૩.