SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંડાની જેમ ઘૂમતી રૂપાળી લોકોના ઘરના વાસણો ભાંગવા લાગી. ઘડીકમાં હસતી, ઘડીકમાં મોટા સાદે રડતી પણ હતી. ને શોકને ધારણ કરતી હતી. લોકોને ગાળો પણ ભાંડતી હતી. નાના મોટા પછી ગમે તે હોય પણ ગાળોનો વરસાદ વરસાવતી હતી. શરીર ઉપરનાં વસ્ત્રો પણ આઘાપાછાં કરી ખસેડી નાંખતી હતી. કારણ વિના આ સ્ત્રી ખડખડ હસતી તો વળી કયારેક રડતી પણ હતી. કયારેક શેરી વચ્ચે નાચતી કૂદતી ને વળી ગીતો પણ ગાતી હતી. ક્ષણમાં ડાહી થઈ જતી તો વળી બકતી હતી - રે ! મને શું થઈ ગયું છે ? હું આમ કેમ ભટકયા કરું છું? હવેલીમાં આવી ડાહી થયેલી તે રૂપાળી સ્નાન કરી સારાં કપડા પહેરી ઓઢીને, ભોજન બનાવી પતિને જમાડતી અને પોતે જમતી. થોડીવાર થાય ત્યાં તો વળી પાછા જુદા જુદા પ્રકારના ઘણા ચેનચાળા કરતી હતી. પિતા જયમતિ પુત્રીનાં લક્ષણો જોઈ દુઃખી થતો હતો. રે ! નસીબ ! મારી દીકરીને આ શું થયું છે ? શું મારી દીકરી ઉપર કોઈએ કામણ કર્યું હશે ? અથવા કયાંથી વળગાડ વળગ્યો હશે ? જયમતિ પ્રધાન તો તે પણ ઉપાય કરવા લાગ્યો. માંત્રિક તાંત્રિક આદિ તેડાવ્યા. વિઘાને જાણનારા તેડાવ્યા. બધાને પૂછવા લાગ્યો. જે કહ્યું તે પ્રમાણે બધું કરવા છતાં કંઈ ફેર ન પડ્યો. દેવ દેવી-ભૂતડાં કાઢવાના ઉપાયો કર્યાં. ભૂતશાકિની-પ્રેત બધાને મનાવવા ઉપાયો કર્યા. જ્યોતિષીને જાણનારાને બોલાવી હોમહવન કરાવ્યા. છતાં કોઈ ફેર ન પડ્યો. બીજીવાર પણ સસરાના ઘરે જમાઈરાજ હવે લજ્જા પામતા હતા. ચોથા ખંડની આ સાતમી ઢાળમાં, સ્ત્રીચરિત્રનું વર્ણન કરી શ્રી શુભવીરવિજયજી કહે છે કે મોહ જંજાળ છોડો. પાર રાયની ન આવ્યો -: દુહા ઃ રોગનો, આણા પાળવી, એક પિયેર નર સાસરે, સંજમીયા માટે વહુ એતા હોય અળખામણા, જો રુપવતીને મહાસતી, તવ સાસરીયે પ્રિયવચ મહાકષ્ટદા usi, દેખી મુજ (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ૪૦૮ હાંસીને રાગ ન રહેઠાણ, હાણ. ॥૧॥ સહવાસ, સ્થિરવાસ. ઊંચા ધરાય, શકાય. ગી
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy