________________
wwwiecz
રાણી મૃગસુંદરીનો દીક્ષાનો વરઘોડો.
વળી કાશી નગરના નગરશેઠ, સામંત પટ્ટાવાળા વગેરે કુટુંબની ક્ષત્રી કન્યાઓ તથા બીજી સ્ત્રીઓ મળીને ૩૦૦ સ્ત્રીઓ મૃગસુંદરી સાથે દીક્ષા લેવા તત્પર થઈ. પોતાના આવાસમાં પરમાત્માનો મહોત્સવ કર્યો. ત્યાર પછીનો છેલ્લો શણગાર સજાવવા લાગી. મૃગસુંદરીના દીક્ષા મહોત્સવમાં શાસન દેવીઓ તથા દેવલોકની અપ્સરાઓ દીક્ષાના મધુર ગીતો ઉત્સાહ આનંદપૂર્વક ગાય છે. ધવળ મંગલ ગીતો ગાતાં સાંભળીને સાસુ રત્નવતી ચોધાર આંસુએ રડતી હતી. રોતી રોતી રત્નવતીએ મૃગસુંદરીનો હાથ પકડી શિબિકામાં બેસાડી. શણગારેલી શિબિકામાં બેઠેલી મૃગસુંદરી વરસીદાન આપતી સાક્ષાત્ જંગમ મોહનવેલ સરખી શોભતી હતી. લોકો પણ આ દીક્ષા મહોત્સવ જોઈને ત્યાગધર્મની અનુમોદના કરતાં હતાં. શિબિકા આગળ આલેખેલા અષ્ટ મંગલ ચાલતા હતા. દીક્ષાનો ભવ્ય વરઘોડો જોઈ લોકો આનંદ સહ અનુમોદના કરતાં હતાં. મહાસુખમાં મ્હાલતી મહારાણી ભોગી મૃગસુંદરી, યોગી થઈને ચાલતી નીકળી. ત્યારે આનંદ કોને ન થાય ? દીક્ષાર્થીના ઉપકરણની છાબ પણ સાથે હતી. અંદરોઅંદર તે છાબને કુટુંબની સ્ત્રીઓ લઈને વરઘોડામાં ફરતી હતી. બે
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૫૩૯