________________
વ્હાલી બેટી ! તારી સંયમ લેવાની વેળા થશે ત્યારે હું રજા આપીશ. મારો પુત્ર, હું આપણે સૌ સંયમને ગ્રહણ કરીશું અને આત્મકલ્યાણને સાધીશું.
રgિe Ciાડા
સાસુ રત્નાવતી રાણી મૃગસુંદરીને દીક્ષાની દુષ્કળતા સમજાવે છે. રત્નવતી માતાની વાત સાંભળી, વિવેકી મૃગસુંદરી વિનયપૂર્વક હાથ જોડી બોલી - “માતા” યમરાજા સરખું આ કાળચક્ર, કાયાની છાયાવતું સરખું માથે ભમી રહ્યું છે. ડાભ ઉપર રહેલ પાણીના બિન્દુની માફક આયુષ્ય ચંચળ છે. “મા” સાચા સજ્જન સ્નેહી તેને જ કહેવાય કે જે સુખમાં વિદન કરે નહિ. “માતા” આપ તો સમજુ અને શાણા છો.
વર્ષાકાળમાં પંખીઓ પણ પોતાને રહેવા માટે ઘટાદાર વૃક્ષ ઉપર માળો બાંધે છે. મનુષ્ય જન્મરૂપી વર્ષાકાળમાં મોક્ષરૂપી ઘર કેમ ન વસાવી લેવું? મુસાફર મુસાફરીમાં પણ સાથે સંબલ (ભાનુ) રાખે છે. ભાતા વિણ જતા નથી. જાય તો ગમાર કહેવાય. તેમ ભવાટવીની મુસાફરીમાં આત્માને ધર્મ જ સાચું સંબલ છે. તે માટે ધર્મ જ કરવો જરૂરી છે. વળી સંધ્યા સમય થતાં વૃક્ષ ઉપર પખીમેળો ભેગો થાય છે. અને સવાર થતાં દશે દિશામાં ચાલ્યા જાય છે. વળી તીર્થના મેળામાં કંઈક ધર્મીજનો ભેગા થાય. એકબીજાની ઓળખ થાય.
(શ્રી ચંદ્રશેખર રજાનો રાસ)
જી હંફોખર દળો ઘણો
૫૩.