________________
પરિવાર મૃગસુંદરી પાસે આવી ઊભો. સૌએ નમસ્કાર કર્યા. મહારાજા ચંદ્રશેખર તો બોલી શકતા નથી. છતાં કહે છે કે “કોઈકવાર દર્શન આપજો.”
ચોધાર આંસુએ રડતી રનવતી બોલી - હે વત્સ! સાંભળ! તારો દેહ સુકોમળ છે. ફૂલનો ભાર પણ માથા ઉપર ઉપાડી શકે તેમ નથી. તો વ્રતનોં મેરુ ભાર કેમ સહશે? પણ તું તો નિઃસ્નેહી ચાલી નીકળી. અમને સંભારજે. વત્સ! તું ત્રણ પક્ષથી ઊજળી છે. ૧. પિયર પક્ષ (પિતાનો પક્ષ) ૨. મોસાળ પક્ષ (મામાનો પક્ષ) ૩. શ્વસુર પક્ષ (પતિનો પક્ષ) હવે ચોથો પક્ષ ગુરુકુળવાસ મળ્યો. દીક્ષા તારે માટે દુષ્કર ન બની. મને નિરાશ કરી. નિઃસ્નેહી તું તો મને તરછોડી ચાલી ગઈ. હવે હું ઘેર એકલી શી રીતે જઈશ? કોની સાથે ભોજન કરીશ. આપ તો નીરાગી થઈ નીકળી ગયા. પણ વરસે દહાડે એકવાર તો જરૂર દર્શન આપજો. રત્નાવતી એવી મને તારી સાસુને જરૂર સંભારજે.
હવે આ વન પણ આકરું લાગે છે. કયારેય હવે આ વનમાં આવીશ નહિ. કારણ હવે આ વન શત્રુ સરખું લાગે છે. પાછી ફરતી વારંવાર જોતી, વહુવરોને લઈ રોતી રોતી ઘેર આવી.
રનવતી ઘેર આવી. પણ કયાંયે સુખ પામતી નથી. મહારાજા પણ ઉદાસ છે. રાજમહેલમાં શોક છવાઈ ગયો હોય તેવી શાંતિ હતી. વહુવરી માતાને જમવા માટે કહ્યું. પણ જમતી નથી. નરિંદે પોતે આવીને માતાને સમજાવી. છતાં ભોજન માડી કરતાં નથી. આંખમાંથી નિદ્રા પણ ચાલી ગઈ હતી. દિવસ તો વિરહમાં પૂરો થયો. મહારાજા પણ માતાને સમજાવી ન શકયા. રાત ધીરે ધીરે વધવા લાગી. માતાને ઊંઘ હરામ છે. વિચારે છે મારી મૃગલી આજે ભૂમિએ શયન કર્યું હશે. ઠંડા ભોજન લીધા હશે. વળી આજે તો સેવા કરવા એક દાસી પણ સાથે નથી. બાળપણમાં એ જ ખરેખર ગુણવાન હતી. વળી દુષ્કર સાધના આદરી. રાત્રિએ મા વિચારતી હતી. રે! જીવ મને ધિક્કાર હો ! વૃધ્ધ હોવા છતાં હું હજુ ઘરમાં પડી રહી. અવસર થયો હોવા છતાં ચારિત્ર ન લીધું. મને ધિકકાર હો. મારી લાડલીએ લઘુવયમાં ચારિત્રના કઠણ માર્ગે પ્રયાણ કર્યું.
ધિકાર હો! મેં એની સાથે અત્યંત સ્નેહના બંધનો બાંધ્યા. છેવટે મેં તેને છોડી દીધી. નહિ. નહિ.? હું હવે તેના વિના રહી નહિ શકું. સવારે સૂર્ય ઉદય થતાં જ મારે ચારિત્ર લેવું અને તેની ભેળી થઈ જવું.
સારી રાત વિચારમાં ગઈ. નિર્ણય કરી લીધો. સંયમ ગ્રહણ કરવાનો. આ પ્રમાણે નિશ્ચય કરી તરત જ મહારાજા ચંદ્રશેખર પુત્રને બોલાવ્યો. ચંદ્રશેખર જાણતા હતા - “માતા આજે ઊંઘશે જ નહિ.” એમ વિચારતો આવ્યો. માએ પુત્રને પ્રેમથી બોલાવ્યો.
માતાજી કહે - બેટા ચંદ્ર ! ચંદ્રકુમાર તો મારી સામે જોઈ રહ્યા છે. મા આગળ બોલી - સવારે અમે મૃગસુંદરીને ભેળા થઈશું. મારી તૈયારી કરો. અમે પ્રભાતે દીક્ષા લેશું.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૫૪૨