________________
મારી દીક્ષાની તૈયારી કરો. પ્રભાતે દીક્ષા ગ્રહણ કરશું.
ચંદ્ર - “મા” શું વાત કરો છો?
મા - હા બેટા ! આજની રાત જ અહીં. આ મારો આદેશ છે. સજ્જન અને ડાહ્યો દીકરો મારા હુકમનો અમલ કરે. તું સુજાણ છે.
મા-દીકરાની વાતો વહુવારોએ સાંભળી. રાજમહેલમાં સહુ રડતાં હતા. માતાનો હુકમ હતો. તેથી દીકરાએ ના ન પાડી. અને આ વાત વેગ થકી સારીયે નગરીમાં પણ સૌએ જાણી લીધી.
પ્રભાતે મહાઉત્સવે કરી માતાજીએ પણ દીક્ષા લીધી. પૂર્વક્રમ થકી સાસુ રનવતી આર્યાને સઘળાં સાધ્વીછંદ પરિવારમાં વડેરી કરી.
ગુરુકુળવાસમાં રહી, ગુરુ સાથે વિહાર કરતાં હતા. આ બંને આર્યાઓ તપ-જપ-જ્ઞાન-ધ્યાનમાં પોતાનું જીવન તેમાં ઓતપ્રોત બનાવી દીધું. બંને સાથે જ તપ જપ કરતા, સાથે રહી બધી જ ક્રિયા કરતા. જાણે એક મુખ દોય કાન જોઈ લ્યો.
બંને સંયમીઓ ઉગ્ર તપ કરતાં ઉપશમ શ્રેણીએ ચડ્યા. કાળાંતરે કાળ કરી બંને પુણ્યાત્માઓ સર્વાર્થ સિધ્ધમાં ઉત્પન્ન થયા. વિશાળ સુખ પામ્યાં. એકાવતારી ભવ પામ્યા. ત્યાંથી ચ્યવી મનુષ્યભવ પામી ચારિત્ર ગ્રહણ કરશે અને સકલ કર્મનો ક્ષય કરી સાસુ-વહુ બંને શિવમાળ પહેરશે. જ્યારે ચંદ્રશેખર રાજા તથા પંદર પટ્ટરાણીઓ પોતાનું જીવન ધર્મમાં વીતાવ્યું અને આયુષ્ય પૂર્ણ કરી પ્રાણી નામના દશમા દેવલોકે પહોંચ્યા. કેવલી ભગવાનના વચન થકી સાતમે ભવે મોક્ષે જશે.
આ પ્રમાણે ચંદ્રશેખર રાજાના રાસની વીસમી ઢાળ સાથે ચોથો ખંડ પૂર્ણ થયો. જે સાંભળશે તેના ઘરે હંમેશાં મંગળ માળા પ્રાપ્ત કરશે.
II શ્રી ચંદ્રશેખર રાજનો રાસ |
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
५४४